Today News

pbks vs mi highlights, PBKS vs MI: 20 વર્ષીય તિલક વર્માએ લીધો બદલો, અર્શદીપ સિંહ કોઈને મો બતાવવા લાયક ન રહ્યો! – pbks vs mi 20 year old tilak verma takes revenge arshdeep singh get trolled

pbks vs mi highlights, PBKS vs MI: 20 વર્ષીય તિલક વર્માએ લીધો બદલો, અર્શદીપ સિંહ કોઈને મો બતાવવા લાયક ન રહ્યો! - pbks vs mi 20 year old tilak verma takes revenge arshdeep singh get trolled


મોહાલી: IPL 2023ની મેચ 22 એપ્રિલના રોજ વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ (MI vs PBKS) વચ્ચે રમાઈ હતી. તે મેચની છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે 16 રનની જરૂર હતી. અર્શદીપ સિંહે સતત બે બોલમાં બે સ્ટમ્પ તોડી નાખ્યા હતા. પહેલા તેણે તિલક વર્મા અને પછી નેહલ બધેરાને બોલ્ડ કરી બાજી પલટી નાખી હતી. પંજાબે આ મેચ 13 રને જીતી લીધી હતી. બુધવારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પંજાબ કિંગ્સના હોમ ગ્રાઉન્ડ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલીમાં રમવા પહોંચી હતી.

અર્શદીપ અને તિલક સામસામે આવી ગયા
આ મેચમાં તિલક વર્મા 17મી ઓવરના બીજા બોલ પર ક્રિઝ પર આવ્યો હતો. સામે બોલર અર્શદીપ સિંહ હતો. મુંબઈને જીતવા માટે 37 રનની જરૂર હતી. અર્શદીપે બે ડોટ બોલ ફેંક્યા. પરંતુ પછીના બોલ પર તિલકે સિક્સર ફટકારી દીધી હતી. ત્યારબાદ અર્શદીપે યોર્કર મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તિલક તૈયાર હતો. તેણે શોર્ટ ફાઈન લેગ પર બોલને સ્કૂપ કરી ચોગ્ગો મારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે તેણે ઓવરના છેલ્લા બોલ પર વધુ એક સિક્સ ફટકારી અને મેચને સંપૂર્ણપણે મુંબઈની તરફેણમાં ફેરવી દીધી હતી.

102 મીટર લાંબી સિક્સ
અર્શદીપ સિંહ ફરી એકવાર 19મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તિલક વર્મા ઓવરના ત્રીજા બોલ પર સ્ટ્રાઈક પર આવ્યો હતો. તેણે ડોટ બોલ રમ્યો હતો. મુંબઈને જીતવા માટે 5 રનની જરૂર હતી. તિલક વર્માએ આગળની બાજુએ 102 મીટર લાંબી સિક્સ ફટકારીને મુંબઈને રેકોર્ડબ્રેક જીત અપાવી હતી. પંજાબે પ્રથમ મેચમાં 214 રન બનાવ્યા હતા. જોકે મુંબઈએ 19મી ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

IPL કારકિર્દીનો સૌથી મોંઘો સ્પેલ
અર્શદીપ સિંહે 3.5 ઓવરમાં 66 રન આપ્યા હતા. આઈપીએલમાં આ તેનો સૌથી મોંઘો સ્પેલ છે. આ સાથે પંજાબ કિંગ્સના કોઈપણ બોલરનો આ સૌથી મોંઘો સ્પેલ પણ છે. આઇપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા સ્પેલનો રેકોર્ડ બેસિલ થમ્પીના નામે છે. તેણે 70 રન આપ્યા હતા. આ સિઝનનો સૌથી મોંઘો સ્પેલ યશ દયાળે કર્યો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 69 રન આપ્યા હતા.

Exit mobile version