Today News

paytm cricket ticket book, વનડે વર્લ્ડ કપની મેચની ટિકિટો કઈ રીતે બુક કરાવવાની? ઓનલાઈન પ્રોસિજર પર કરો નજર – how to book odi world cup 2023 tickets online

paytm cricket ticket book, વનડે વર્લ્ડ કપની મેચની ટિકિટો કઈ રીતે બુક કરાવવાની? ઓનલાઈન પ્રોસિજર પર કરો નજર - how to book odi world cup 2023 tickets online


ICC ODI World Cup Ticket Book: ભારતાં આયોજિત વનડે વર્લ્ડ કપની ટિકિટનું બુકિંગ થઈ રહ્યું છે. અત્યારે ભારતીય ફેન્સમાં પણ ઉત્સાહની લહેર જોવા મળી રહી છે. તેવામાં BCCIએ આ મેગા ઈવેન્ટની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. IPL 2023 પછી મુંબઈના વાનખેડે, દિલ્હીના અરુણ જેટલી, કોલકાતાનાં ઈડન ગાર્ડન જેવા ઐતિહાસિક મેદાનોને વર્લ્ડ કપ માટે રિનોવેટ કરાયા હત. વળી જ્યારે BCCIએ વર્લ્ડ કપ માટે ઓનલાઈન ટિકિટ વેચવાનું શરૂ કર્યું તો 2 કંપનીઓને પણ પસંદ કરવામાં આવી હતી.

આ રીતે ઓનલાઈન ટિકિટ બુક કરાવો
અત્યારે બધાના મનમાં એક જ સવાલ છે કે કેવી રીતે આ મેચની ઓનલાઈન ટિકિટ બુક કરાવવી. BCCIએ 2 કંપનીને પસંદ કરી છે. તેમણે બુક માય શો અને પેટીએમને ઓનલાઈન ટિકિટ વેચવાનો કેટલોક ભાગ સોંપ્યો છે. પરંતુ અત્યારે પણ ફેન્સે વેન્યુ પર જઈને ફિઝિકલ ટિકિટ લેવા જવું પડશે. જય શાહે તાજેતરમાં જ થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે ફેન્સે મેદાનમાં આવીને પ્રિટેન્ડ ટિકિટ લેવી પડશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બંને ટિકિટિંગ એજન્સીઓ વર્લ્ડ કપમાં લગભગ અડધી મેચોની ટિકિટનું કામ સંભાળી રહી છે. ભારત-પાકિસ્તાન મેચ અને ફાઈનલની ટિકિટ બુક માય શો પર ઉપલબ્ધ હશે, જ્યારે સેમિફાઈનલની ટિકિટ પેટીએમ પર ઉપલબ્ધ હશે. જોકે આની ફિઝિટલ કોપી લેવા માટે મેદાનમાં જવું પડે એવા અહેવાલો પણ મળી રહ્યા છે.

5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ શરૂ
5 ઓક્ટોબરથી ICC વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થવા જઈ રહ્યો છે. આ મેગા ICC ઈવેન્ટની શરૂઆત ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની મેચ સાથે થશે. ટીમ ઈન્ડિયા પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના દિવસે ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમશે. ભારત-પાકિસ્તાનની આ મહાસંગ્રામની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જોકે આ મેચની તારીખો હજુ બદલાઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Exit mobile version