pathaan song, ઝુમે જો પઠાણ...નાગપુર ટેસ્ટમાં ડાન્સ કરતો જોવા મળ્યો કોહલી, શાહરૂખ ખાને કરી મજેદાર કોમેન્ટ - video shahrukh khan reacts to virat kohli and ravindra jadejas pathan dance

pathaan song, ઝુમે જો પઠાણ…નાગપુર ટેસ્ટમાં ડાન્સ કરતો જોવા મળ્યો કોહલી, શાહરૂખ ખાને કરી મજેદાર કોમેન્ટ – video shahrukh khan reacts to virat kohli and ravindra jadejas pathan dance


શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. શાહરૂખ ખાનના ચાહકો આ ફિલ્મ પાછળ પાગલ બન્યા છે. તેઓ તેના ગીતો પર ડાન્સ કરી રહ્યા છે. ‘ઝુમે જો પઠાણ’ ગીતના ડાન્સ સ્ટેપ ઓનલાઈન વાયરલ થયા છે અને તેમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી પણ ડાન્સ કરી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ દરમિયાન ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો હાલમાં વાયરલ થયો છે.

હવે શાહરૂખ ખાને પણ ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ખેલાડીઓના ડાન્સની પ્રશંસા કરી છે. કિંગ ખાને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આ તો મારા કરતાં પણ વધારે સારો ડાન્સ કરી રહ્યા છે. વિરાટ અને જાડેજા પાસેથી શીખવું પડશે.!!!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતે હાલમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ માટે બંને ટીમો દિલ્હી પહોંચી ગઈ છે. બીજી ટેસ્ટ મેચ 17થી 21 ફેબ્રુઆરી દરમિયાન દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હીની ટીમ ડિસેમ્બર 2017 બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચની યજમાની કરશે. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ ક્વોલિફિકેશન માટે રાહ જોઈ રહ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ લાંબા સમય બાદ ભારતમાં ટેસ્ટ સિરીઝ જીતવાના પ્રયાસમાં છે.

જોકે, પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલી કંઈ કમાલ કરી શક્યો ન હતો. પ્રથમ દાવમાં તે બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો. ભારતે ટેસ્ટ એક ઈનિંગ્સથી જીતી હોવાના કારણે બીજી વખત ભારતની બેટિંગ આવી ન હતી. બીજી તરફ રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો. તેણે પ્રથમ દાવમાં બોલિંગમાં પાંચ વિકેટ ખેરવી હતી અને બાદમાં અડધી સદી ફટકારી હતી. જ્યારે બીજા દાવમાં પણ તેણે બે વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ ટેસ્ટ ફક્ત ત્રણ દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ભારતે 200થી વધુ રનની સરસાઈ મેળવી હતી. બાદમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ્સ અને 132 રને પરાજય આપ્યો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *