સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ સેમિફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ ઘણી ધીમી રહી હતી. ખાસ કરીને ટોપ ઓર્ડરના બેટ્સમેન પાકિસ્તાની બોલરો સામે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જેના કારણે તે પાકિસ્તાન સામે માત્ર 153 રનનો ટાર્ગેટ આપી શક્યા.
2. ધીમી પીચ પર ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય
પાકિસ્તાન સામેની આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. સિડનીના આ મેદાનમાં પિચ ખૂબ જ ધીમી હતી, તેથી પ્રથમ બેટિંગ કરવી, મોટો સ્કોર ઉભો કરવો એ એક પડકાર હતો પરંતુ વિલિયમસને તેમ છતાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તે જ સમયે, પાકિસ્તાની ખેલાડીઓ માટે બીજી ઇનિંગમાં બેટિંગ કરવી ખૂબ જ સરળ હતી. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે ન્યુઝીલેન્ડના કેપ્ટને મોટી ભૂલ કરી.
3. કેન વિલિયમસને ડૂબાડી નાવ
પાકિસ્તાન સામેની આ સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને હારનો મોટો વિલન માનવામાં આવી શકે છે. તેણે મેચમાં ખૂબ જ ધીમી બેટિંગ કરી હતી, જેમાં પાકિસ્તાની બોલરોને વર્ચસ્વ જમાવવાનો મોકો મળ્યો હતો. વિલિયમસને 42 બોલમાં 46 રનની ઈનિંગ રમી હતી, જેને T20 ક્રિકેટની દૃષ્ટિએ બિલકુલ અનુકૂળ ન કહી શકાય.
4. પાવર હીટર્સ પણ ના ચાલ્યા
ન્યૂઝીલેન્ડના પાવર હિટર બેટ્સમેનો સેમી ફાઈનલ મેચમાં સંપૂર્ણપણે ફ્લોપ દેખાયા. ટૂર્નામેન્ટમાં આ મેદાન પર સદી ફટકારનાર ગ્લેન ફિલિપ્સ જેવા બેટ્સમેન માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. આ સિવાય ફિન એલન પણ પોતાનો જલવો દેખાડી શક્યો નહીં. ન્યૂઝીલેન્ડ તરફથી એલન માત્ર 6 રન બનાવી શક્યો હતો.
5. બેટિંગ પછી બોલિંગ પણ નબળી
પાકિસ્તાન સામેની આ મેચમાં ન્યૂઝીલેન્ડની બોલિંગ સંપૂર્ણપણે બિનઅસરકારક રહી. ટૂર્નામેન્ટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના સુકાની બાબર આઝમે 53 અને મોહમ્મદ રિઝવાને 57 રન બનાવ્યા અને કિવી બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. આ બંને બેટ્સમેનોએ મોટી મેચમાં ટીમ માટે અડધી સદી ફટકારી હતી. શરૂઆતમાં વિકેટ લેનાર ટ્રેન્ટ બોલ્ટ પણ પાકિસ્તાન સામેની આ મેચમાં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આ બધા ઉપરોક્ત કારણોસર કિવીનું વર્લ્ડ કપ જીતવાનું સપનું અધુરું જ રહી ગયું.