PM કિસાન સન્માન નિધિ યોજનામાં જો 2000 રૂપિયા મેળવવા હોય, તો જલ્દી પતાવો આ કામ, ફરી પછી eKYC મેળવવાની છેલ્લી તારીખ લંબાવી
દેશમાં ખેડૂતોના લાભ માટે સરકાર દ્વારા ઘણા પગલા લેવામાં આવ્યા છે. સરકાર ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ પણ ચલાવી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવી રહી છે. આમાં પીએમ કિસાન યોજના પણ છે. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા સીધા બેંક ખાતામાં આપવામાં આવે છે. …