Today News

ODI World Cup 2023નું શેડ્યૂલ જાહેર; 5 ઓક્ટોબરથી શરૂ, આ તારીખે IND-PAK વચ્ચે ટક્કર

ODI World Cup 2023નું શેડ્યૂલ જાહેર; 5 ઓક્ટોબરથી શરૂ, આ તારીખે IND-PAK વચ્ચે ટક્કર


મુંબઈઃ ભારતમાં આ વર્ષે આયોજિત ICC મેન્સ વનડે વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર થઈ ચૂક્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. જેને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કરાશે. આ મેદાન પર ફાઈનલ મેચનું આયોજન પણ કરાશે. જે 19 નવેમ્બરે રમાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. સેમિફાઈનલ મેચ મુંબઈ અને કોલકાતમાં રમાશે. આ દરમિયાન 10 ટીમો વચ્ચે 50 દિવસો સુધી કુલ 48 મેચ રમાશે, જેને કયા કયા શહેર હોસ્ટ કરશે એની પણ માહિતી સામે આવી ચૂકી છે.

આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
ભારત અને પાકિસ્તાન (Ind Vs Pak) વચ્ચેનો મહાસંગ્રામ 15 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. ભારત, પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ જેવી 8 ટીમો 14 મેના કટઓફ ડેટ સુધી ICC રેન્કિંગના આધારે ક્વોલિફાય કરી ચૂકી છે. 18 જૂનથી 9 જુલાઈ સુધી ઝિમ્બાબ્વેમાં આયોજિત ક્વોલિફાયર મેચમાં વધુ 2 ટીમો પણ આમા જોડાશે. દરેક ટીમ અન્ય 9 ટીમો સાથે એક-એક મેચ તો રમશે જ. આના આધાર પર કુલ 45 લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન ટીમનું શેડ્યૂલ

  • IND vs AUS, Oct 8, Chennai
  • IND vs AFG, Oct 11, Delhi
  • IND vs PAK, Oct 15, Ahmedabad
  • IND vs BAN, Oct 19, Pune
  • IND vs NZ, Oct 22, Dharamsala
  • IND vs ENG, Oct 29, Lucknow
  • IND vs Qualifier, Nov 2, Mumbai
  • IND vs SA, Nov 5, Kolkata
  • IND vs Qualifier, Nov 11, Bengaluru


આ 12 મેદાનો પર રમાશે મેચ
BCCIએ સોમવારે મુંબઈમાં સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓની મિટિંગ બોલાવી હતી. આ એ એસોસિએશન છે જ્યાં વર્લ્ડ કપની મેચ આયોજિત કરાય છે. આ 12 શહેર દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ, લખનઉ, ધર્મશાલા, હૈદરાબાદ, તિરવનંતપુરમ, પુણે અને ગુવાહાટી છે. ટીમ ઈન્ડિયાની 9 લગી મેચ, 9 અલગ અલગ સ્ટેડિયમમાં રમાશે.

વર્લ્ડ કપની ટ્રોફી 18 દેશની યાત્રા કરશે
ICCના જણાવ્યા પ્રમાણે 27 જૂનથી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી ભારત સહિત કુવૈત, બહરીન, મલેશિયા, અમેરિકા, નાઈજિરિયા, યુગાંડા, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા જેવા 18 દેશોની યાત્રા કરશે. આ દરમિયાન વિવિધ દેશોમાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી 10 લાખ પ્રશંસકોને ટ્રોફી પ્રદર્શિત કરાશે.

Exit mobile version