ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત - sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cup

ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત – sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cup


મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને લઈને એક ભવિષ્યવાણી કરી છે. તેઓ માને છે કે, હાર્દિક પંડ્યાને આ વર્ષે વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવશે. તેઓએ કહ્યું કે, એના માટે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝની પહેલી વન ડે મેચ કેપ્ટન તરીકે જીતવી પડશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા પારિવારીક કારણોસર વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી પહેલી વન ડે મેચ રમી શકશે નહીં.

કેપ્ટન તરીકે હાર્દિકનું નામ
હાર્દિકને આ મુકાબલા માટે કાર્યવાહક કેપ્ટન તરીકે નામિત કરવામાં આવ્યો છે. આ 29 વર્ષીય ઓલરાઉન્ડરે ઈન્ડિયન પ્રીમીયર લીગ 2022 સીઝનમાં પહેલી વાર રમી રહેલી ગુજરાત ટાયટન્સની કેપ્ટનસી કરી હતી અને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તે ટી20 ઈન્ટરનેશનલમાં પહેલેથી જ ભારતીય ટીમની આગેવાની કરી રહ્યો છે.
73 વર્ષીય સુનીલ ગાવસ્કરે ‘નાટૂ-નાટૂ’ પર લગાવી આગ, શાસ્ત્રી અને હેડન પણ ખૂબ નાચ્યા
ટી20 ઈન્ટરનેશનલમાં કેપ્ટનસીનો રેકોર્ડ
મેચ 11
જીત 8
હાર 2
ટાઈ 1

પછી મહોર વાગી જશે
ગાવસ્કરે એક શોમાં કહ્યું કે, હું ટી20 ફોર્મેટમાં ગુજરાત ટાયટન્સ અને પછી ભારત માટે તેની કેપ્ટનસીથી ખૂબ જ પ્રભાવિત છું. મારું માનવું છે કે, જો તેઓ મુંબઈમાં પહેલી મેચ જીતી જાય છે તો તે 2023માં વર્લ્ડ કપ ખતમ થયા બાદ તમે ભારતના કેપ્ટન તરીકે તેના નામ પર મહોર મારી શકો છો. ગાવસ્કરે કહ્યું કે, મિડલ ઓર્ડરમાં હાર્દિકની હાજરી ભારત માટે ખૂબ જ મહત્વની છે.
ODI વર્લ્ડ કપ બાદ રોહિત શર્મા પાસેથી કેપ્ટનસી છીનવાઈ જશે? સુનિલ ગાવસ્કરે આપ્યા મોટા સંકેત - sunil gavaskar big statement rohit sharma captaincy will be snatched after odi world cupIND vs AUS: સીરિઝ જીત્યા બાદ રોહિત શર્માનો મજાકિયો અંદાજ, સ્ટાઈલમાં આપ્યા જવાબો
જવાબદારી લેવા માટે તૈયાર
સુનિલ ગાવસ્કરે એવું પણ કહ્યું કે, તે મિડલ ઓર્ડરમાં ઈમ્પેક્ટ અને ગેમ ચેન્જર પ્લેયર હોઈ શકે છે. એટલું જ નહીં ગુજરાત ટાયટન્સ ટીમ માટે પણ તે જરુર મુજબ ઉપર ક્રમમાં બેટિંગ કરવા માટે આવતો હોય છે. આ પૂર્વ દિગ્ગજ ઓપનરે કહ્યું કે, તે એક એવો ખેલાડી છે કે જે જવાબદારી લેવા માટે તૈયાર હોય છે. આગળ વધીને ટીમનું નેતૃત્વ કરે છે. તે બીજા પ્લેયર્સને કંઈક એવું કરવા માટે નહીં કહે કે જે પોતે સ્વયં કરવા માગતો હોય. તે આ ટીમ માટે ખૂબ જ મહત્વનો છે. ગાવસ્કરે કહ્યું કે, હાર્દિકની કેપ્ટનસી શૈલી પણ તેને બીજા ખેલાડીઓ વચ્ચે મનગમતો બનાવે છે.
Latest Cricket News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *