રેકોર્ડ 22મું ગ્રાન્ડ સ્લેમ
નોવાક જોકોવિચનો આ 22મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. તેમણે પુરુષ સિંગલ્સમાં સૌથી વધુ ખિતાબ જીતવાના મામલે રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. સ્પેનના નડાલે પણ 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. સ્વિટ્ઝરલેન્ડના મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરના નામે 20 ગ્રાન્ડ સ્લેમ છે. 2008માં જોકોવિઝએ ઓસ્ટ્રેલિયન ઓપનને પોતાના નામે કરી પહેલું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું.
10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન
35 વર્ષના જોકોવિચનો આ 10મો ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ છે. તેણે બે વખત ફ્રેન્ચ ઓપન, 7 વખત વિમ્બલડન અને ત્રણ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેને અત્યાર સુધીમાં સેમીફાઈનલ કે ફાઈનલમાં હાર મળી છે. ગત વર્ષે વેક્સીન વિવાદના કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપન નહોંતો રમી શક્યો. તે પહેલા 2019, 2020 અને 2021માં સતત ત્રણ વર્ષ ખિતાબ જીત્યો હતો.
સિતસિપાસને જોવી પડશે રાહ
24 વર્ષના સિતસિપાસએ હજુ પણ પોતાનું પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલની રાહ છે. આ પહેલા તે 2021માં ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પહોંચ્યો હતો. ત્યાં પણ તેને જોકોવિજની સામે હાલ મળી હતી. ત્યારે સિતસિપાસે પહેલા બે સેટ જીતી લીધા હતા, પરંતુ જોકોવિચે જોરદાર ફાઈટ આપતા ત્રણ સેટ જીતી લઈ ટ્રોફી પોતાના નામે કરી લીધી. બંને ખેલાડી 13મી વખત સામ-સામે હતા અને જોકોવિચે 11મી વખત જીત મેળવી.