IPL Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની આગામી સિઝન માટે કોચીમાં ખેલાડીઓની હરાજી યોજાઈ. જેમાં ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર સેમ કરન (Sam Curran) અને ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીન (Cameron Green)ને લોટરી લાગી હતી. સેમ કરન આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે જ્યારે કેમેરોન ગ્રીન ટુર્નામેન્ટનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો.
હાઈલાઈટ્સ:
- ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની આગામી સિઝન માટે કોચીમાં ખેલાડીઓની હરાજી યોજાઈ
- ઈંગ્લેન્ડનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો, કેમેરોન ગ્રીન બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો
- આ હરાજીમાં વેસ્ટ ઈન્ડિઝનો નિકોલસ પૂરન આઈપીએલનો સૌથી મોંઘો વિકેટકીપર બન્યો
નિકોલસ પૂરન આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો વિકેટકીપર બની ગયો છે. તેણે ઈશાન કિશનનો 10 મહિના પહેલાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 10 મહિના પહેલા ફેબ્રુઆરી 2022માં યોજાયેલી હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનને 15.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારે ઈશાન કિશન આઈપીએલનો સૌથી મોંઘો વિકેટકીપર બન્યો હતો. જોકે, હવે આ રેકોર્ડ પૂરનના નામે નોંધાઈ ગયો છે. આઈપીએલ-2023 માટે યોજાયેલી હરાજીમાં સેમ કરન, કેમેરોન ગ્રીન, બેન સ્ટોક્સ અને નિકોલસ પૂરન એમ ચાર ખેલાડીઓને 16 કરોડ કે તેથી વધારેની રકમ મળી છે.
નિકોલસ પૂરનને 2022માં હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો હતો
નિકોલસ પૂરનને 2022 સિઝન અગાઉ યોજાયેલી હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, આ મિનિ ઓક્શન પહેલા હૈદરાબાદે તેને રિલીઝ કરી દીધો હતો. પૂરને હૈદરાબાદ માટે 15 મેચમાં 306 રન નોંધાવ્યા હતા. પૂરન અગાઉ પંજાબ કિંગ્સ માટે પણ રમ્યો હતો. પૂરન ટુર્નામેન્ટમાં ચાર સિઝન રમ્યો છે જેમાં તેણે 151.24ની સ્ટ્રાઈક રેટ અને 26.06 એવરેજથી રન નોંધાવ્યા છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ