Today News

new zealand vs england 2nd test 2023, ન્યૂઝીલેન્ડે નોંધાવી સૌરવ સેના જેવી સિદ્ધિ, ક્રિકેટ ઈતિહાસમાં ફક્ત ચોથી વખત આવું બન્યું – new zealand won by 1 run against england in wellington test after follow on

new zealand vs england 2nd test 2023, ન્યૂઝીલેન્ડે નોંધાવી સૌરવ સેના જેવી સિદ્ધિ, ક્રિકેટ ઈતિહાસમાં ફક્ત ચોથી વખત આવું બન્યું - new zealand won by 1 run against england in wellington test after follow on


ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક યાદગાર વિજય પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે નાટ્યાત્મક રીતે વિજય નોંધાવ્યો હતો. ન્યૂઝીલેન્ડે લાજવાબ રમત દાખવતા બીજી ટેસ્ટના અંતિમ દિવસે ઈંગ્લેન્ડ સામે એક રને દિલધડક વિજય નોંધાવ્યો હતો. જોકે, મહત્વની વાત એ છે કે ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને ફોલોઓન કર્યું હતું, તેમ છતાં કિવિ ટીમે વિજય નોંધાવ્યો હતો. ક્રિકેટના ઈતિહાસમાં ફોલોઓન થયા બાદ કોઈ ટીમે વિજય નોંધાવ્યો હોય તેવી આ ફક્ત ચોથી ઘટના છે. આ સાથે જ ન્યૂઝીલેન્ડે બે ટેસ્ટની સીરિઝ 1-1થી ડ્રો કરાવવામાં પણ સફળતા મેળવી હતી.

ઈંગ્લેન્ડ સામે હતો 258 રનનો ટાર્ગેટ, એક રનથી મેચ હાર્યું
આ મુકાબલામાં ઈંગ્લેન્ડે આઠ વિકેટે 435 રનનો સ્કોર નોંધાવીને પોતાનો પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં યજમાન ટીમ ફક્ત 209 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડને ફોલોઓન રમવાની ફરજ પડી હતી. પરંતુ બીજા દાવમાં ન્યૂઝીલેન્ડે વળતો પ્રહાર કર્યો હતો અને 483 રનનો સ્કોર ખડક્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામે જીતવા માટે 258 રનનો લક્ષ્યાંક આવ્યો હતો. પરંતુ ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં 256 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી અને ન્યૂઝીલેન્ડનો એક રને રોમાંચક વિજય થયો હતો.

કોલકાતમાં ગાંગુલીની સેનાએ ઓસ્ટ્રેલિયાને આપી હતી માત
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 2001માં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ યાદગાર બની રહી હતી. તે ટેસ્ટમાં સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી ભારતીય ટીમે ફોલોઓન રમ્યા બાદ રોમાંચક વિજય નોંધાવ્યો હતો. જેમાં રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે રમેલી ઈનિંગ્સ આજે પણ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ ભૂલ્યા નથી. સ્ટીવ વોની ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ દાવમાં 445 રનનો સ્કોર ખડક્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 171 રનમાં જ તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાએ ભારતને ફોલોઓન આપ્યું હતું.

જોકે, બીજા દાવમાં ભારતે વળતો પ્રહાર કર્યો હતો અને તેની જવાબદારી રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણે લીધી હતી. આ જોડીએ 376 રનની ભાગીદારી નોંધાવી હતી. વીવીએસ લક્ષ્મણે 281 રનની ઈનિંગ્સ રમી હતી. જે ત્યારે કોઈ પણ ભારતીય ખેલાડી દ્વારા રમવામાં આવેલી સૌથી મોટી ઈનિંગ્સ હતી. જ્યારે રાહુલ દ્રવિડે 180 રન ફટકાર્યા હતા. ભારતે 7 વિકેટે 657 રનનો જંગી સ્કોર ખડકીને બીજો દાવ ડિક્લેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે 384 રનનો લક્ષ્યાંક હતો પરંતુ કાંગારુ ટીમ બીજા દાવમાં 212 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી અને ભારતે યાદગાર વિજય નોંધાવ્યો હતો. આ મેચના પ્રથમ દાવમાં હરભજન સિંહે હેટ્રિક ઝડપી હતી.

2001 બાદ પ્રથમ ઘટના, ટેસ્ટ ક્રિકેટની ચોથી ઘટના
ન્યૂઝીલેન્ડે ફોલોઓન રમ્યા બાદ ઈંગ્લેન્ડ સામે 1 રને વિજય નોંધાવ્યો. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની આ ચોથી ઘટના છે. જ્યારે 2001માં ભારત બાદ આવું કરનારી ન્યૂઝીલેન્ડ પ્રથમ ટીમ છે. સૌ પ્રથમ ઘટના 1894માં બની હતી જેમાં ઈંગ્લેન્ડે સિડનીમાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 10 રને પરાજય આપ્યો હતો. જ્યારે 1981માં લીડ્સમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. આમ ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેણે હરીફ ટીમને ફોલોઓન આપ્યા બાદ ત્રણ વખત મેચ ગુમાવી છે.

Exit mobile version