હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
નવીને ઉડાવી મજાક
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં ગુજરાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને કારમી હાર આપી હતી. આ સાથે જ વિરાટ કોહલીનું આઈપીએલની ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું છે. આરસીબીની હાર પથી નવીન ઉલ હકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક મીમ શેર કર્યું છે. જેમાં એક ટીવી એન્કર તાળી વગાડીને હસતો જોવા મળે છે. નવીને આરસીબી કે વિરાટનું નામ તો નથી લખ્યું પરંતુ તેનો ટાઈમિંગ જોતાં સ્પષ્ટ થાય છે કે, આ સ્ટોરી કોના માટે નાખી છે.
લખનઉ અને બેંગ્લોરની ટીમ વચ્ચે થઈ હતી બબાલ
મેની શરૂઆતમાં એકાના સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં દસમા નંબર પર બેટિંગ માટે ઉતરેલા નવીન ઉલ હકને વિરાટ કોહલીએ સ્લેજ કર્યો હતો. મેચ પૂરી થયા પછી ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા એ વખતે નવીન અને કોહલી વચ્ચે વિખવાદ થયો હતો. જે બાદ ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. ત્યારથી જ નવીન અને વિરાટ વચ્ચે સોશિયલ મીડિયા વૉર ચાલી રહ્યું છે.
લખનઉની ટીમ રમશે પ્લેઓફમાં
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2023ના પોઈન્ટ્સ ટેબલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. વળી, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ છે અને તે હવે પ્લેઓફમાં રમશે. 24મી મેના રોજ ચેપોકના મેદાનમાં લખનઉની ટીમની ટક્કર મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે.