હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
વિરાટ…વિરાટની બૂમ સાંભળી આવું હતું નવીનનું રિએક્શન
રોહિત શર્માના આઉટ થયા બાદ ચેપોક પર હાજર દર્શકો શાંત થઈ ગયા હતા. નવીન પણ ક્યાં આ તક ચૂકવાનો હતો. તેણે પોતાના બંને હાથની આંગળી કાન પર રાખી દીધી હતી. આ સાથે જર્સી પાછળ ઈશારો કરી પોતાનું નામ દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેણે જ્યારે કેમરુન ગ્રીનને બોલ્ડ કર્યો ત્યારે પણ આ રીતે ઉજવણી કરી હતી.
IPL 2023: લખનૌ સુપર જાયન્ટ્સ આઉટ, આકાશ માધવાલે મુંબઈને બીજી ક્વોલિફાયરમાં પહોંચાડ્યું
IPL 2023ની ફાઈનલની રેસમાંથી LSG બહાર
એલિમિનેટર મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો. તેણે પહેલા બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રુપ રાઉન્ડમાં લખનઉ ત્રીજા અને મુંબઈ ચોથા નંબર પર હતી. એલિમિનેટરમાં હારનારી ટીમ લીગથી બહાર થઈ ગઈ. તો વિનર ટીમ મુંબઈ બીજા ક્વોલીફાયરમાં ગુજરાત સાથે ટકરાશે. નવીને રોહિતને આઉટ કર્યા બાદ મુંબઈના વધુ બે બેટ્સમેનને પોતાની ઓવરમાં પેવેલિયન ભેગા કર્યા હતા. પહેલા સૂર્યકુમાર યાદવ અને બાદમાં કેમરુન ગ્રીન તેના ધીમી ગતિના બોલના શિકાર બન્યા હતા.
IPL: રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પોસ્ટથી કર્યો કટાક્ષ, ચેન્નઈની જીત બાદ નવી ટ્વિટથી બબાલ
MIના ખેલાડીઓએ નવીનની ઉડાવી મજાક
થોડા દિવસ પહેલા જ આરસીબીની મેચ દરમિયાન નવીને ફરીથી કોહલીની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતે કેરી ખાઈ રહ્યો હોય તેવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી હતી. આ વાત ભારતીય ફેન્સને પસંદ આવી નહોતી અને હવે લખનઉ જ્યારે બહાર થયું છે ત્યારે તેની મજાક ઉડાલવી રહ્યા છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક ખેલાડીઓએ પણ નવીનને ટ્રોલ કરવામાં ભાગ લીધો હતો અને પોતે કેરી ખાતા હોય તેવી પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં સંદીપ વારિયર, વિષ્ણુ વિનોદની સાથે કુમાર કાર્તિકેય પણ જોવા મળ્યો. તસવીરમાં જોઈ શકાય છે કે, ત્રણેય ટેબલ પર બેઠા છે. સંદીપે પોતાની આંખ, કાર્તિકેયે મોં અને વિષ્ણુએ કાન પર હાથ રાખ્યો છે. આ સાથે લખ્યું છે ‘સ્વીટ સીઝન ઓફ મેંગો’.
કૃણાલ પંડ્યાએ હારની જવાબદારી સ્વીકારી
મુંબઈએ આપેલા 183 રનના લક્ષ્યનો પીછો કરતાં લખનઉ 16.3 ઓવરમાં 101 રનમાં સમેટાઈ ગયું હતું. હારની જવાબદારી કેપ્ટન કૃણાલ પંડ્યાએ પોતાના માથે ઉપાડી હતી. તેણે કહ્યું હતું કે ‘અમે વાસ્તવમાં સારી સ્થિતિમાં હતા. આ બધું ત્યારે શરૂ થયું હતું જ્યારે હું શોટ રમી રહ્યો હતો. હું હારનો દોષ પૂરી રીતે પોતાના પર લઉ છું. વિકેટમાં કોઈ સમસ્યા નહોતી, બસ અમારી ટીમ સારી બેટિંગ કરી શકી નહીં’.
Read latest Cricket News and Gujarati News