નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન રોબિન ઉથપ્પાએ મહેન્દ્ર સિંહ ધોની અંગે એક રસપ્રદ વાત જણાવતા કહ્યું કે, ખાવાના મામવે પૂર્વ ભારતીય કેપ્ટન ઘણો અજબ છે. ઉથપ્પા અને ધોની એકબીજાને બે દાયકાથી જાણે છે. ઉથપ્પાએ ધોનીને નજીકથી જોયો છે અને સાથે વિતાવેલા સમયને યાદ કર્યો. ઉથપ્પાએ જિયો સિનેમાના ‘માય ટાઈમ માય હીરો’ના એક એપિસોડમાં જણાવ્યું કે, ‘તેમની (ધોનીની) સાદગી કંઈક એવી છે, જે હંમેશાથી રહી છે અને તે કંઈક એવી છે જે નથી બદલાઈ. તે આજે પણ એટલા જ સરળ છે, જેટલા કે હું તેમને પહેલી વખત મળ્યો ત્યારે હતા. ધોની દુનિયાના સૌથી સરળ વ્યક્તિ છે.’
ધોનીની ખાવાની આદત અંગે ઉથપ્પાએ ખુલાસો કર્યો છે. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે રમી ચૂકેલા ઉથપ્પાએ કહ્યું કે, ‘અમે હંમેશા સાથે જમતા હતા. અમારું એક ગ્રુપ હતું- સુરેશ રૈના, ઈરફાન પઠાણ, આરપી સિંહ, પીયૂષ ચાવલા, મુનાફ, એમએસ અને હું. અમે દાલ મખની, બટર ચિકન, જીરા આલુ, કોબી અને રોટલી ઓર્ડર કરતા હતા. પરંતુ જ્યારે ખાવાની વાત આવે છે, તો એમએસ ઘણી કઠોર વ્યક્તિ રહેતા હતા. તે બટર ચિકન ખાતા હતા, પરંતુ ચિકન વિના, માત્ર ગ્રેવી સાથે! જ્યારે તે ચિકન ખાતા હતા તો રોટલી નહોંતા ખાતા. જ્યારે ખાવાની વાત આવે છે તો તે ઘણા અજીબ હતા.’
ઉથપ્પાએ ધોનીના અન્ય ગુણો અંગે પણ વાત કરી અને કેટલાક વર્ષો પહેલા આઈપીએલની હરાજી પછી ધોની સાથે થયેલી પહેલી વાતચીત અંગે જણાવ્યું. ઉથપ્પાએ કહ્યું કે, ધોની ઘણા ખુલ્લા દિલની વ્યક્તિ છે. તે સાચુ બોલવાથી ખચકાતા નથી, ભલે તેનાથી તમને દુઃખ થાય. મને યાદ છે, જ્યારે હરાજીમાં સીએસકેએ મને સાઈન કર્યો હતો, તો તેમણે મને ફોન કર્યો અને કહ્યું કે, ‘મને વિશ્વાસ નથી કે તમને રમવાની તક મળશે, કેમકે સીઝન હજુ દૂર છે અને મં તમારા વિશે વિચાર્યું નથી.’

ઉથપ્પાએ કહ્યું કે, ‘અત્યાર સુધી મેં આઈપીએલમાં 13 સફલ વર્ષોનો આનંદ લીધો હતો. તો પણ, તેમણે મારી સામે જણાવ્યું કે, તેણે શું કરવાનું છે. હું હજુ પમ તેમના ઘણા વખાણ કરું છું.’ ધોનીની હાજરીમાં સીએસકેમાં પોતાના સમય અંગે ઉથપ્પાએ કહ્યું કે, ‘પહેલી સીઝનમાં, મેં ટીમમાં બધાને તેમને માહી ભાઈ કહેતા જોયા. હું તેમની પાસે ગયો અને પૂછ્યું કે, શું મારે તેમને માહી ભાઈ પણ કહેવા જોઈએ. તેમણે એમ કહીને એ અંગે ના પાડી કે, તું જેમ ઈચ્છે તેમ બોલાવજે, તેનાથી મને કોઈ ફરક નથી પડતો.’