હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ
હકીકતમાં જાડેજાએ એક ક્રિપ્ટિક ટ્વિટ કરતા એક કોટ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘જેવું કર્મ કરો તેવું ફળ મળે છે. આજે નહીં તો કાલે, પરંતુ એ વાત નક્કી છે કે તેનું ફળ મળે છે.’
જાડેજાની આ ટ્વિટ પછી તેની પત્નીએ પણ તેનો સપોર્ટ કર્યો. જાડેજાની ટ્વિટને રીટ્વિટ કરતા રિવાબાએ લખ્યું કે, ‘તમે તમારા રસ્તા પર ચાલતા રહો.’ જોકે, એ સ્પષ્ટ નથી થયું કે, જાડેજા અને ધોની વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે.
વિડીયોમાં ટેન્શનમાં દેખાયો જાડેજા
ઉલ્લેખનીય છે કે, દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન ધોની અને જાડેજાની વચ્ચે લાંબી વાતચીત થતી જોવા મળી હતી. આ દરમિયાન જાડેજા ઘણો ગંભીર મુદ્રામાં પણ જોવા મળી રહ્યો હતો. જાડેજાના હાવભાવ જે પ્રકારના હતા, તેનાથી એવું લાગી રહ્યું હતું કે કોઈ વાતને લઈને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
આઈપીએલ 2022માં પણ આવું જોવા મળ્યું હતું
ગત વર્ષે પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું, જ્યારે જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પરથી સીએસકેને લગતી પોસ્ટ હટાવી દીધી હતી. આઈપીએલ 2022માં જાડેજાને સીએસકેની કેપ્ટનશિપ અપાઈ હતી. જોકે, તેની કેપ્ટનશિપમાં ટીમને સતત હાર મળી રહી હતી, જેના કારણે સીઝનની વચ્ચે જ ધોનીને ફરી કેપ્ટન બનાવી દેવાયો હતો. તે પછી જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા પરથી સીએસકેને લગતી પોસ્ટ હટાવી દીધી હતી. તે પછી કહેવામાં આવી રહ્યું હતું કે, ધોની અને તેની વચ્ચે અણબનાવ થયો છે.