હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
રવિન્દ્ર જાડેજાની ક્રિપ્ટિક પોસ્ટ
દિલ્હી કેપિટલ્સ સામેની જીત બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં વખ્યું હતું ‘કર્મ તમારી પાસે જરૂરથી પરત આવશે. જલ્દી અથવા થોડું મોડું પરંતુ આવશે જરૂર’. કેપ્શનમાં લખ્યું હતું ‘ખરેખર’. ક્રિકેટર પત્ની રિવાબા જાડેજાએ તેની આ ટ્વીટને રિટ્વીટ કરી હતી અને લખ્યું હતું ‘તમે તમારા માર્ગને અનુસરજો’.
પહેલા સદી ફટકારી થયો ખુશ, પરંતુ હાર બાદ વિરાટ કોહલી આ કેવી હરકત કરી બેઠો?
ધોનીના સંન્યાસ બાદ જાડેજા બનશે કેપ્ટન!
ધોની 39 વર્ષનો થઈ ગયો છે અને તેના ઘૂંટણમાં પણ સમસ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ તેની છેલ્લી આઈપીએલ સીઝન છે. ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં સીએસકેને ચાર વખત ટ્રોફી અપાવી છે. ગત સીઝનમાં જાડેજાને સુકાની પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ ટીમની સતત હારના કારણે તેની પાસેથી પદ પરત લેવાયું હતું. પરંતુ હવે તેવી શક્યતા છે કે ધોનીના સંન્યાસ લીધા બાદ ફરીથી જાડેજાને જવાબદારી સોંપાશે.
ભારતને બુમરાહ જેવો યોર્કર સ્પેશિયલિસ્ટ મળી ગયો, સ્ટમ્પતોડ બોલિંગ કરી મચાવ્યો તરખાટ
ધોનીના ફેન્સ વિશે જાડેજાએ શું કહ્યું હતું?
રવિન્દ્ર જાડેજા ફ્રેન્ચાઈઝી સીએસકેથી ખુશ ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. અગાઉ એક મેચ બાદ ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ લેતી વખતે તેણે કહ્યું હતું કે ‘જ્યારે પણ હું બેટિંગ કરવા માટે મેદાન પર આવું છું ત્યારે સ્ટેડિયમમાં હાજર દર્શકો એ જ ઈચ્છે છે કે હું આઉટ થઈ જાવ, જેથી ધોની બેટિંગ માટે આવે’. આ વાત તેણે હસતા-હસતા કહી હતી પરંતુ કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે તે આ ટીમ સાથે ખુશ નથી. 16મી સીઝનની શરૂઆત થઈ તે પહેલા પણ તેવી ખબર સામે આવી હતી કે જાડેજા સીએસકેથી અલગ થવા માગે છે પરંતુ ધોની અને ટીમ મેનેજમેન્ટે તેને સમજાવ્યો હતો.
CSK સાથે ખુશ નથી જાડેજા?
ધોની માટે આ છેલ્લી T20 લીગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે, ચેન્નઈના કોચ માઈક હસીનું કહેવું છે કે, તે હજી આગામી પાંચ વર્ષ સુધી રમતો દેખાશે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, તે આગામી પાંચ વર્ષ સુધી રમી શકે છે. તે સારી બેટિંગ કરી રહ્યો છે અને ગેમ માટે મહેનત પણ કરે છે. તેનામાં સિક્સ મારવાની ક્ષમતા છે. જ્યાં સુધી તેને આ ગેમમાં મજા આવી રહી છે અને ટીમમાં યોગદાન આપી રહ્યો છે, તેવામાં આગામી પાંચ વર્ષ સુધી રમવાનું કોઈ કારણ નથી.
Read latest Cricket News and Gujarati News