હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
રવિવારે ચેેન્નઈમાં જોવા મળ્યો અલગ નજારો
માત્ર ફેન્સ અને ખેલાડીઓ જ નહીં પરંતુ આખું ચેન્નઈ 14મી મેની રાતે ભાવુક થયું હતું. ધોનીએ મેદાન પર હાજર પોલીસ અધિકારીઓનો પણ આભાર માન્યો હતો. તેના ઘૂંટણ પર જૂની ઈજા જોવા મળી રહી હતી. તે ની-કેપ પહેરી મેદાનમાં ચક્કર લગાવી રહ્યો હતો. આ દરમિયાન પૂર્વ ભારતીય કેપ્ટન અને બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પણ તેમના શર્ટ પર ધોનીનો ઓટોગ્રાફ લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયેલો કોલકાતાનો ખેલાડી રિંકુ સિંહ પણ દોડતો-દોડતો ધોની પાસે આવ્યો હતો અને ઓટોગ્રાફ માગ્યો હતો, તેણે તેને પણ નિરાશ કર્યો નહોતો. પરંતુ આ બધાની વચ્ચે માત્ર એક જ સવાલ થઈ રહ્યો હતો કે, શું હવે ધોની આઈપીએલમાં બીજીવાર ખેલાડી તરીકે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમતો નહીં જોવા મળે?
IPL:CSK સામે KKRનો 6 વિકેટે વિજય, રિંકૂસિંહ અને નીતિશ રાણાની આક્રમક બેટિંગ
પોઈન્ટ ટેબલ પર બીજા નંબરે ચેન્નઈ
ચેન્નઈમાં હવે માત્ર બે મેચ રમવાની છે. 23 મેના રોજ ક્વોલિફાયર-1 અને 24મેના રોજ એલિમિનેટર ચેપોક પર રમાશે. તેવામાં જો ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચે છે તો આશા છે કે ધોનીના ફેન્સને વધુ એકવાર આ મેદાન પર રમતો જોવા મળી શકે છે. આમ તો ચર્ચા એવી છે કે, આ સીઝન ધોનીની છેલ્લી છે. છેલ્લા ઘણા સમયથી તે આ તરફ ઈશારો પણ કરી રહ્યો છે. હાલ સીએસકે 15 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલ પર બીજા નંબર પર છે. હવે તેની આગામી મેચ શનિવારે (20 મે) દિલ્હી કેપિટલ્સ સામે અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
IPL: બેંગ્લોર સામે રાજસ્થાન રોયલની ભૂંડી હાર, માત્ર 59 રનમાં ઓલઆઉટ થઈ સંજુ સૈમસનની સેના
હરભજન સિંહની ધોનીને વિનંતી
ધોની T20 લીગમાંથી પણ સંન્યાસ લઈ લેશે તેવી શક્યતાની વચ્ચે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહે પણ તેને રમતા રહેવાની સલાહ આપી છે. એક સ્પોર્ટ્સ શોમાં હાજરી આપવા દરમિયાન તેણે કહ્યું હતું કે, ધોનીને આગ્રહ છે કે તે ફેન્સના દિલ ન તોડે, તેમની લાગણીઓને ઠેસ ન પહોંચાડે. તેણે આઈપીએલમાં રમવાનું યથાવત્ રાખવું જોઈએ. કારણ કે તેનામાં હજી પણ ઘણું ક્રિકેટ બાકી છે. ‘ધોનીએ સમયને રોકી દીધો છે. હજી પણ તેનામાં જૂનો ધોની દેખાય છે. તે મોટા શોટ્સ મારી રહ્યો છે. તે પૂરી ગતિથી નથી દોડી રહ્યો પરંતુ સરળતાથી છગ્ગા ફટકારી રહ્યો છે. એમએસ ધોની અમારી ભાવનાઓને પણ દુભાવશો નહીં’, તો તેની સાથે રહેલી મિતાલી રાજે પણ ધોનીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું ‘જ્યારે કોઈ ખેલાડી પોતાના કરિયરના અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે ખૂબ અવાજ થાય છે. ધોનીએ આ અવાજને શાનદાર રીતે બંધ કર્યો અને પોતાની ટીમનું માર્ગદર્શન કર્યું’. ધોનીએ સીઝનમાં અત્યારસુધીમાં 204.25ના શાનદાર સ્ટ્રાઈક રેટની સાથે 12 મેચમાં 96 રન બનાવ્યા છે.
Read latest Cricket News and Gujarati News