Today News

MS Dhoni, MS Dhoni: હોટેલથી લઈને એરોસ્પેસ સુધી ધોનીનું ‘સામ્રાજ્ય’, નેટવર્થ જાણીને આંખો પહોળી થઈ જશે! – from hotels to hocky team dhoni owns these businesses know his net worth

MS Dhoni, MS Dhoni: હોટેલથી લઈને એરોસ્પેસ સુધી ધોનીનું 'સામ્રાજ્ય', નેટવર્થ જાણીને આંખો પહોળી થઈ જશે! - from hotels to hocky team dhoni owns these businesses know his net worth


મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમી વખત ચેમ્પિયન બન્યું છે. રોમાંચક ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટે હરાવ્યું છે. જોકે, અટકળો હતી કે, આ સીઝન પછી ધોની સંન્યાસ લઈ લેશે પરંતુ તેણે આઈપીએલની વધુ એક સીઝન રમવાની જાહેરાત કરી છે. ધોનીએ આ લીગમાં કુલ 250 મેચમાં 5082 રન ફટકાર્યા છે. આઈપીએલની 16મી સીઝનમાં ધોનીએ 200થી વધુ સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું પરંતુ તેણે આઈપીએલ રમવાનું ચાલુ રાખ્યું હતું. ક્રિકેટના મેદાનમાં તો ધોની અવ્વલ છે એ તો સૌ કોઈ જાણે છે પરંતુ મેદાનની બહાર પણ તે કેટલીય બાબતોમાં અગ્રેસર છે. ખાસ કરીને બિઝનેસમાં ધોનીનું ભેજું સારું ચાલે છે તેમ કહી શકાય. આ જ કારણ છે કે, ધોની ભારતના સૌથી ધનિક સ્પોર્ટ્સમેન પૈકીનો એક છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ધોનીની કુલ નેટવર્થ 1 હજાર કરોડથી પણ વધારે છે. ક્રિકેટ ઉપરાંત ધોનીના કેટલાય બિઝનેસ છે. તેણે અમુક મોટા સ્ટાર્ટ અપમાં રોકાણ પણ કર્યું છે. જેમાં કપડાથી લઈને હોટલ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટની કંપની સામેલ છે. અહીં તમને જણાવીશું કે ધોનીએ ક્યાં-ક્યાં રોકાણ કર્યું છે અને ક્યાંથી કમાણી થાય છે.
હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

રીત સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની

રીત સ્પોર્ટ્સ નામની એક મેનેજમેન્ટ કંપનીમાં ધોનીની ભાગીદારી છે. આ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની દુનિયાના કેટલાય દિગ્ગજ ખેલાડીઓનું મેનેજમેન્ટ સંભાળે છે. સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરતાં ફાફ ડુપ્લેસીસ, કેપ્ટન રોહિત શર્મા અને ભુવનેશ્વર કુમાર રીત સ્પોર્ટ્સ મેનેજમેન્ટના ક્લાયન્ટ છે.

ધોનીની ફૂટવેર બ્રાન્ડ

સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની ઉપરાંત ધોનીએ 2016માં પોતાની કપડા અને ફૂટવેરની બ્રાન્ડ સેવન લોન્ચ કરી હતી. આ કંપનીમાં ધોનીનો 100 ટકા હિસ્સો છે. માત્ર ફૂટવેર જ નહીં ધોનીએ ફૂડ અને બેવરેજમાં પણ રોકાણ કર્યું છે. ધોનીએ સ્ટાર્ટ અપ 7 In Brewsમાં રોકાણ કર્યું છે. આ સિવાય તેણે કોપ્ટર 7ના નામે એક ચોકલેટ બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. આ બ્રાન્ડ તેના હેલિકોપ્ટર શોટથી પ્રેરિત છે.

ધોનીની ફિટનેસ કંપની

ધોનીની ઓળખ દુનિયાભરમાં એક ફિટ ક્રિકેટર તરીકે રહી છે. આ જ કારણ છે કે, તેણે ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે એક ચેઈનની શરૂઆત કરી છે, જેનું નામ ધોની સ્પોર્ટ્સફિટ છે. દેશભરમાં કુલ 200થી વધુ ફિટનેસ ચેઈન શરૂ કરી છે.

IPL 2023: ફાઈનલ કે પ્લેઓફ સુધી પણ ન પહોંચીને આ રીતે કરોડોની કમાણી કરી ગઈ બાકીની ટીમ

હોકી ટીમનો માલિક છે ધોની

ધોનીના બધા જ ફેન્સને ખબર હશે તે ક્રિકેટ પહેલા ફૂટબોલમાં ગોલ કીપિંગ કરતો હતો. ક્રિકેટ ઉપરાંત પણ તેને અન્ય રમતોમાં પણ રૂચિ છે. આ જ કારણ છે કે, ધોનીએ હોકી અને ફૂટબોલની ટીમમાં પણ રોકાણ કર્યું છે. ધોની ઈન્ડિયન સુપર લીગની ચેન્નઈયન એફસીમાં ફૂટબોલ ટીમનો માલિક છે. એટલું જ નહીં તે હોકી ટીમ રાંચી રેજનો સહ-માલિક પણ છે.

ધોનીની ઈન્ટરનેશનલ સ્કૂલ

મહેન્દ્ર સિંહ ધોનીએ બેંગ્લોરમાં એક સ્કૂલની શરૂઆત કરી છે. ધોનીની આ સ્કૂલનું નામ એમએસ ધોની ગ્લોબલ સ્કૂલ છે. ધોનીની આ સ્કૂલ સાથે દિગ્ગજ સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટે ટાઈ-અપ કર્યું છે અને તેમાં પ્રોગ્રામિંગ જેવા કોર્સ શીખાવવામાં આવે છે.

ધોનીનું પ્રોડક્શન હાઉસ

ધોનીએ ફિલ્મ ઉદ્યોગમાં પણ પદાર્પણ કર્યું છે. તેણે ધોની એન્ટરટેઈનમેન્ટ નામે પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે. ‘લેટ્સ ગેટ મેરિડ’ નામની તમિલ ફિલ્મમાં ધોનીના પ્રોડક્શન હાઉસે રૂપિયા રોક્યા છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે.

ફૂડ કંપનીમાં રોકાણ

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શાકા હેરી નામના એક સ્ટાર્ટઅપમાં રોકાણ કર્યું છે. આ કંપની પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન બનાવવાનું કામ કરે છે. શાકા હૈરી નામના સ્ટાર્ટઅપમાં ધોની ઉપરાંત મનુ ચંદ્રા પણ રોકાણકાર છે.

ડ્રોન કંપનીમાં પણ રોકાણ

ધોનીએ એક ટેક્નોલોજી કંપનીમાં રોકાણ કર્યું છે. આ કંપનીનું નામ ગરુડ એરોસ્પેસ છે. આ કંપનીમાં ધોનીનું રોકાણ કેટલું છે તેની ચોક્કસ માહિતી નથી. ધોની આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. આ કંપનીનું મુખ્ય કામ ડ્રોન બનાવવાનું છે.

હોટલ કંપનીનો માલિક છે ધોની

આ સિવાય ધોની એક હોટલ કંપનીનો માલિક છે. ઝારખંડની રાજધાની રાંચીમાં માહી રેસિડેન્સી નામે એક હોટલ પણ છે. જોકે, આ હોટેલની કોઈ ચેઈન નથી. ધોનીની રાંચીમાં આવેલા આ એકમાત્ર હોટેલ છે.

કેટલી છે ધોનીની નેટવર્થ?

આશરે 10થી વધુ બિઝનેસ અને સ્ટાર્ટઅપમાં રોકાણ કરનારા ધોનીની કુલ નેટવર્થ 1030 કરોડની નજીક છે. ધોની હાલ આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ છે. આ ફ્રેન્ચાઈઝી થકી હાલ ધોનીને વર્ષે 12 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય એન્ડોર્સમેન્ટ અને પ્રાઈઝ મની અલગ છે. એક ટીવી એડ માટે ધોની 3.5 કરોડથી 6 કરોડ સુધી ચાર્જ કરે છે. ધોની કુલ અલગ અલગ 54 કંપનીઓની એડ કરે છે. ધોનીએ 2011માં ઉત્તરાખંડમાં એક શાનદાર ઘર ખરીદ્યું હતું અને તેની કિંમત 18 કરોડ રૂપિયા છે. તેની પાસે કરોડની સ્પોર્ટ્સ કાર અને બાઈકોનું પણ કલેક્શન છે. આ જ કારણ છે કે, નેટવર્થના મામલે ધોની કેટલાય ભારતીય ક્રિકેટરો કરતાં આગળ છે.

ધોનીનું ક્રિકેટિંગ કરિયર

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડ કપ, વન ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટુર્નામેન્ટ્સ જીતાડી છે. 2004માં તેણે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ 16 વર્ષના કરિયરમાં કુલ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં ધોનીએ 4876 રન ફટકાર્યા છે જેમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં ધોનીએ 10,733 રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં ધોનીએ 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલમાં તેના નામે 1617 રન નોંધાયેલા છે.

Exit mobile version