હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
CSKએ શેર કર્યો ધોનીનો વીડિયો
વીડિયો સામે આવ્યા બાદ ધોની નિવૃતિ લેવાનો હોવાની અટકળો ફરી શરૂ થઈ છે. તેના ફેન્સ પર કોમેન્ટ કરી તેને ન જવા માટેની વિનંતી કરી રહ્યા છે. કેટલાક ફેન્સે ‘થાલા ધોની’ લખી ઈમોશનલ ઈમોજી ડ્રોપ કર્યા છે. તો એક ફેને લખ્યું છે ‘જો આ તેના સંન્યાસ તરફનો ઈશારો હોય તો આપણે સૌએ તેના નિર્ણયનું માન રાખવું જોઈએ અને તેના કરિયરની ઉપલબ્ધિને સેલિબ્રેટ કરવી જોઈએ’, એક ફેને કોમેન્ટ કરી છે ‘શું તે આપણને છોડી રહ્યો છે? ના થાલા. પ્લીઝ ન જા, પ્લીઝ સીએસકેનું સુકાની પદ સંભાળ’, એકે ક્લિપના રિપ્લાયમાં લખ્યું છે ‘તેને વધુને વધુ રમતા અને વધુ ટાઈટલ જીતતો જોવા માગુ છું’, તો એકે લખ્યું ‘આ કેવા પ્રકારનો ઈમોશનલ વીડિયો છે? ભાઈ આમ ન કર અમે આ માટે તૈયાર નથી’, અન્યએ ઈમોશનલ થતાં કોમેન્ટ કરી છે ‘પ્લીઝ પ્લીઝ પ્લીઝ આઈપીએલને ન છોડો પ્લીઝ… તમારા કારણે જ અમે મેચ જોવા જઈએ છીએ. તમારી જગ્યા કોઈ ન લઈ શકે. અમારા માટે તો તમે જ દુનિયાના શ્રેષ્ઠ કેપ્ટન છો’. એક ફેને જવાબમાં લખ્યું ‘ભાઈ હજી તો જીત્યા તેને 14 દિવસ જ થયા છે આમ ટ્વીટ કરીને ન ડરાવો’.
રોહિત શર્મા પર BCCI મહેરબાન, હાલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદે જળવાઈ રહેશે
ધોનીના ઘૂંટણની સર્જરી થઈ
આઈપીએલની 16મી સીઝન દરમિયાન ધોની તેના ઘૂંટણની ઈજાના કારણે પરેશાન હતી. આ કારણથી તે બેટિંગ કરવા માટે પણ નીચલા ક્રમ પર આવતો હતો. ટુર્નામેન્ટ ખતમ થયા બાદ તરત જ તેના ઘૂંટણની સર્જરી કરાવવામાં આવી હતી, જે પૂરી રીતે સફળ રહી હતી. તે ધીમે-ધીમે તેમાથી રિકવર થઈ રહ્યો છે. તેવું માનવામાં આવી રહ્યું છે કે, ધોની આઈપીએલ 2024માં પણ રમતો જોવા મળી શકે છે પરંતુ સીએસકેએ જે રીતે ક્રિપ્ટિક મેસેજ સાથે વીડિયો શેર કર્યો છે, તે જોઈને ફરી એકવાર સંન્યાસની ચર્ચા તેજ થઈ છે.
માર્કેટિંગે ધોનીને હીરો બનાવ્યો, યુવરાજે જીતાડ્યા હતા બંને વર્લ્ડ કપઃ ફરીથી ભડક્યો ગૌતમ ગંભીર
વધુ એક સીઝન રમશે ધોની!
આઈપીએલ 2023 જીત્યા બાદ ધોનીએ રિપ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું હતું કે ‘આમ જોવા જઈએ તો નિવૃતિ લેવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. પરંતુ જે પ્રકારનો પ્રેમ મને મળી રહ્યો છે તેમ જોતા મને લાગે છે કે હું આગામી વધુ એક સીઝન રમવાનું પસંદ કરીશ. આ મારી મારા ફેન્સને ગિફ્ટ છે. આટલો પ્રેમ જોઈ મારી આંખમાં આંસુ આવી ગયા હતા. જો કે, હજી આગામી સીઝન માટે આઠ-નવ મહિનાની વાર છે’.
Read latest Cricket News and Gujarati News