Today News

MS Dhoni, MS Dhoni: ‘તેઓ મને ફેરવેલ આપવા માટે આવ્યા છે…’ હસતાં-હસતાં માહીએ વધુ એક ઈશારો કર્યો, ખૂબ જલ્દી લઈ શકે છે સંન્યાસ – csk vs kkr they are here to give me farewell said ms dhoni after defeating kolkata knight riders

MS Dhoni, MS Dhoni: 'તેઓ મને ફેરવેલ આપવા માટે આવ્યા છે...' હસતાં-હસતાં માહીએ વધુ એક ઈશારો કર્યો, ખૂબ જલ્દી લઈ શકે છે સંન્યાસ - csk vs kkr they are here to give me farewell said ms dhoni after defeating kolkata knight riders


કોલકાતાઃ ‘ઈડન ગાર્ડન્સની ભીડનો ખૂબ-ખૂબ આભાર. તેઓ બધા મને ફેરવેલ આપવા માટે આવ્યા હતા…’ આ શબ્દો હતા મહેન્દ્ર સિંહ ધોનીના (MS Dhoni), જે તેણે આઈપીએલ 16 માટે રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (CSK vs KKR) સામેની જીત બાદ કહ્યા હતા. કોલકાતાનું આ ઐતિહાસિક મેદાન પોતાની લોકલ ટીમ KKRની સાથે-સાથે ધોનીના કારણે પણ ખચોખચ ભરેલું હતું. મેચમાં ચેન્નઈએ પહેલા બેટિંગ કરતાં આ ગ્રાઉન્ડ પર ટી20નો સૌથી મોટો સ્કોર એટલે કે 235 રન બનાવ્યા હતા. જવાબમાં કેકેઆરની ટીમ આઠ વિકેટના નુકસાન પર 188 રનમાં સમેટાઈ હતી અને જીતથી 49 રન દૂર રહી હતી. મેચ ખતમ થયા બાદ મેદાનમાં પહોંચેલા ફેન્સ એવોર્ડ સેરેમનીમાં ધોનીનો અવાજ સાંભળવા માટે મોડી રાત સુધી બેઠા રહ્યા હતા. તેણે તેમનો આભાર માન્યો હતો અને ખેલાડી તરીકે આગામી આઈપીએલ નહીં રમે તેમજ સન્યાસ લઈ લેશે તેમ ઈશારો કર્યો હતો.

IPL 2023: CSK સામે KKRનો 49 રને પરાજ્ય, અજિંક્ય રહાણે અને શિવમ દૂબેની તોફાની બેટિંગ

ધોનીએ ફરીથી સંન્યાસ તરફ કર્યો ઈશારો
ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે ‘હા, ફાસ્ટ બોલર અને સ્પિનર તેમનું કામ સારી રીતે કરી રહ્યા છે. અમે હંમેશા વિરોધી ટીમ પર દબાણ જાળવી રાખ્યું છે અને જો તમે તેમની બેટિંગનો ક્રમ જો તો તેમની પાસે નીચલા ક્રમમાં મોટા હિટર છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ’. બેન સ્ટોક્સ અને દીપક ચહર જેવા મહત્વપૂર્ણ ખેલાડીઓના ઈન્જર્ડ થવા અંગે તેણે કહ્યું હતું કે ‘હું તેને સરળ રીતે લઉ છું. જે પણ ઈજાગ્રસ્ત છે, તેઓ કંઈ કરી શકે તેમ નથી. હું જોઉ છું કે કોણ સારી રીતે તૈયાર દેખાય છે અને હું જોઉ છું કે કોણ તક મેળવી શકે છે અને પ્રેરિત કરી શકે છે. મને આશા છે કે આ યથાવત્ રહેશે’.

પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચેન્નઈ
આઈપીએલ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સનું દમદાર પ્રદર્શન યથાવત્ છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને પોઈન્ટ્સ ટેબર પર તે ટોપમાં પહોંચી ગયું છે. અજિંક્ય રહાણે અને શિવબ દુબેની અડધી સદી તેમજ બંનેની ભાગીદારીના કારણે ચેન્નઈ ચાર વિકેટના નુકસાન પર 235 રન બનાવી શક્યું હતું. જવાબમાં કેકેઆર સતત વિકેટ ગુમાવતું રહ્યું હતું. મધ્યમક્રમમાં ઉતરેલા ઉતરેલા જેસન રોયે 26 બોલ પર 61 રન બનાવ્યા પરંતુ તે ટીમને જીત અપાવવા માટે પૂરતા નહોતા. 20 ઓવરમાં 8 વિકેટ પર 186 રન જ થયા. આ કેકેઆરની સતત ચોથી હાર છે.

અજિંક્ય રહાણેનું શાનદાર પ્રદર્શન
આ સીઝનમાં અલગ અંદાજમાં રમી રહેલા અજિંક્ય રહાણેએ 29 બોલમાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગાથી અણનમ 71 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય તેણે દુબે સાથે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી. તેનાથી ઈડન ગાર્ડન્સમાં ટી20 ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. કોલકાતાના કેપ્ટન નીતીશ રાણાએ ટોસ જીતીને ચેન્નઈને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું જે બાદ કોન્વે અને ગાયકવાડે (35) 7.3 ઓવરમાં 73 રન જોડીને ફરી એકવાર ટીમને તેજ શરૂઆત અપાવી હતી. ગાયકવાડે સુનીલ નારાયણનું સ્વાગત ચોગ્ગા અને છગ્ગા સાથે કર્યું હતું. પરંતુ સુયશ શર્માના બોલ પર બોલ્ડ થયો હતો. તેણે 20 બોલનો સામનો કરતા બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા માર્યા હતા. કોન્વેએ નારાયણ પર છગ્ગો અને સુયશ પર એક રન સાથે 34 બોલમાં સતત ચોથી અડધી સદી પૂરી કરી હતી.

IPL 2023: વિરાટ કોહલીએ કેચ પકડ્યા પછી પત્ની અનુષ્કાને આપી ફ્લાઈંગ કિસ

ઈડન ગાર્ડનમાં ખડક્યો મોટો સ્કોર
અજિંક્ય રહાણે ફરી એકવાર લયમાં જોવા મળ્યો હતો. તેણે સુયશ સાથે ઓવરમાં ચોગ્ગા માર્યા હતા. ટીમના રનોની સદી 11 ઓવરમાં પૂરી થઈ પરંતુ આગામી ઓવરમાં કોન્વે વરુણ ચક્રવર્તીના બોલ પર મોટો શોટ રમવાા પ્રયાસમાં લોન્ગ ઓફ પર વાઈસીને કેચ આપી બેઠો હતો. શિવમ દુબની 13મી ઓવરના અંતિમ બે બોલ પર ચક્રવર્તી પર છગ્ગા માર્યા જ્યારે ઉમેશની આગામી ઓવરની શરૂઆતના ત્રણ બોલ પર રહાણેએ બે છગ્ગા અને એક ચોગ્ગો માર્યો હતો. દુબેએ વાઈસીના બોલ પર ચોગ્ગા અને છગ્ગાની સાથે 15મી ઓવરમાં ટીમનો સ્કોર 150 રન સુધી પહોંચાડ્યો હતો.

KKRના કેપ્ટને ખેલાડીઓ માટે કહી મહત્વની વાત
લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતાની ટીમ માટે શરૂઆત જ ખરાબ રહી હતી. આ વાત કેપ્ટને પણ સ્વીકારી હતી. તેણે કહ્યું હતું કે ‘અમારી શરૂઆત સારી રહી નથી. અમે પાવરપ્લેમાં ઓછા રન બનાવ્યા હતા અને પાવરપ્લેમાં ઓછા રન બનાવ્યા બાદ મોટા લક્ષ્યને હાંસલ કરવું સરળ નહોતું. રહાણે ફરી એકવાર શાનદાર ઈનિંગ રમ્યો હતો’. આ સાથે તેણે કહ્યું હતું કે, તેની ટીમ ભૂલમાંથી પાઠ શીખી રહી નથી અને સતત પુનરાવર્તન કરી રહી છે. તેણે કહ્યું હતું કે ‘અમારી ટીમ ભૂલમાંથી કંઈ શીખી રહી નથી. અમે આટલા મોટા ટુર્નામેન્ટમાં એકની એક ભૂલ કરી રહ્યા છીએ. અમે અમારું પ્રદર્શન સુધારી રહ્યા નથી. આ પિચ પર 235 રન બનાવ્યા તે પચાવવું મુશ્કેલ છે’.

Read latestCricket NewsandGujarati News

Exit mobile version