MS Dhoni, MS Dhoni: 'તું પપ્પાને આટલો પ્રેમ કેમ કરે છે?' આ સવાલનો મજેદાર જવાબ આપે છે માહીની દીકરી Ziva Dhoni - when ms dhoni expressed his love for daughter ziva dhoni

MS Dhoni, MS Dhoni: ‘તું પપ્પાને આટલો પ્રેમ કેમ કરે છે?’ આ સવાલનો મજેદાર જવાબ આપે છે માહીની દીકરી Ziva Dhoni – when ms dhoni expressed his love for daughter ziva dhoni


કેપ્ટન કૂલ, થલા કે પછી માહી… ચાહકોએ એમએસ ધોનીને (MS Dhoni) અલગ-અલગ નામ આપ્યા છે અને તેને પ્રેમ પણ ખૂબ કરે છે. હાલ આઈપીએલ 2023 ચાલી રહી છે અને ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તે રમી રહ્યો છે. આ તેની છેલ્લી T20 લીગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવતા વર્ષથી કદાચ ધોની સ્ટેડિયમમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારતો નહીં જોવા મળે, આ વાતથી અત્યારથી જ તેને પ્રેમ કરનારા નિરાશ છે. ક્રિકેટ સિવાય પૂર્વ ભારતીય કેપ્ટન એક્ટિંગમાં પણ રસ ધરાવે છે. અત્યારસુધીમાં તે ઘણી ટીવી જાહેરાતોમાં જોવા મળી ચૂક્યો છે. તે હવે ખૂબ જલ્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાનો છે અને સાયન્સ-ફિક્શન અર્થવ તેનો પહેલો પ્રોજેક્ટ હશે. આ અંગેની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. હજી સુધી તેની રિલીઝ ડેટ સામે આવી નથી પરંતુ આ દરમિયાન તેનો એક જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે એક્ટિંગ અંગે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

લાઈન યાદ રાખવી સૌથી મુશ્કેલ કામ છેઃ ધોની
મંદિરા બેદીને આપેલા ઈન્ટરવ્યૂમાં ધોનીએ એક્ટર તરીકે પોતાની લાઈન શીખવી તે સૌથી મુશ્કેલ હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે, તે ડિરેક્ટરનો એક્ટર છે, તેથી જો તેનું પર્ફોર્મન્સ સારું ન થાય તો તે તેનો નહીં પરંતુ ડિરેક્ટરનો વાંક છે. આ સાથે તેણે પંકજ કપૂર સાથેની માસ્ટરકાર્ડ કેમ્પેઈનની જાહેરાતમાં પોતાની એક્ટિંગ માટે ડિરેક્ટરનો આભાર માન્યો હતો. મંદિરાએ તેની એક્ટિંગના વખાણ કરતાં ક્રિકેટરે કહ્યું હતું કે ‘અમારી પાસે સારા ડિરેક્ટર હતા. જો મારું પર્ફોર્મન્સ સારું ન હોત તો તેનો અર્થ એ હતો કે ડિરેક્ટર સારા નહોતા’. તેણે ઉમેર્યું હતું કે ‘તમારી લાઈનને યાદ રાખવી તે સૌથી મુશ્કેલ છે. હું હંમેશા કહું છું કે, હું એ જ કરીશ જે ડિરેક્ટર કહેશે. જો તે સારું પર્ફોર્મન્સ નહીં હોય તો તે ડિરેક્ટરનો વાંક છે મારો નહીં’.

વિરાટ કોહલીની ઈનિંગ દરમિયાન એવું તો શું થયું જે IPL ઈતિહાસમાં ક્યારેય નથી થયું!

ઝીવા અઢી મહિનાની થઈ ત્યારે પહેલીવાર જોઈ હતી


ધોનીએ દીકરી ઝીવાના પિતા બનવાના અનુભવનું પણ વર્ણન કર્યું હતું. સાક્ષી ધોનીએ ફેબ્રુઆરી 2015માં ઝિવાને જન્મ આપ્યો હતો, જ્યારે ક્રિકેટર આઈસીસી વર્લ્ડ કપમાં વ્યસ્ત હતો. તેણે કહ્યું હતું કે ‘જ્યારે મેં ઝિવાને હાથમાં લીધી ત્યારે તે અઢી મહિનાની હતી. તેણે ખૂબ અવાજ કર્યો હતો. તે સમયે તેણે મને પહેલીવાર જોયો હતો. તેણે મને મને જોયો હતો કે નહીં તે પણ મને ખબર નહોતી, કારણ કે કહેવાય છે કે બાળકો બે મહિના સુધી જોઈ શકતા નથી. પરંતુ પાંચ મિનિટ સુધી તે હસી હતી અને અવાજ કરતી હતી. સાક્ષીએ કહ્યું હતું કે, ‘આવું તેણે પહેલા ક્યારે. નથી કર્યું. તે આવું કેમ કરી રહી છે તે મને નથી ખબર”.

IPL: કિંગ કોહલીની રેકોર્ડબ્રેક સદી, હૈદરાબાદને હરાવી બેંગલોરે પ્લેઓફની આશા જીવંત રાખી

પિતા બનવાની લાગણીને વર્ણવવી મુશ્કેલઃ ધોની
પૂર્વ ઈન્ડિયન સ્કિપર ધોનીએ કહ્યું હતું કે, પિતા બનવાનું લાગણીઓને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેણે ઉમેર્યું હતું કે, ઝિવાનો જન્મ થયો ત્યારથી અત્યારસુધી તે જિજ્ઞાસુ રહી છે અને હંમેશા સવાલ કરતી રહે છે. જ્યારે કોઈ તેને પૂછે કે ‘તું તારા પપ્પાને આટલો પ્રેમ કેમ કરે છે?’ ત્યારે જવાબમાં તે કહે છે ‘કારણ કે પપ્પા પાસે પૈસા છે’. જણાવી દઈએ કે, ધોની હાલમાં જ પ્રોડ્યૂસર બન્યો છે, તેણે તમિલ ફેમિલી ડ્રામા ‘લેટ્સ ગેટ મેરિડ’ પ્રોડ્યૂસ કરી હતી.

IPL 2023 ખતમ થયા બાદ સંન્યાસ લેશે ધોની?
IPL 2023માં એક મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન ધોનીએ કહ્યું હતું કે, ‘આ મારા કરિયરનો અંતિમ તબક્કો છે, જો કે હું ઘણું રમ્યો’. આ સાથે તેણે સારા અને ખરાબ સમયમાં સાથે રહેનારા સીએસકેના ફેન્સનો આભાર પણ માન્યો હતો અને કહ્યું હતું કે ‘બે વર્ષ બાદ ચેન્નઈના આ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આવવાની અને ફેન્સ સામે રમવાની તક મળી છે. ફેન્સને અમને ઘણો પ્રેમ અને સપોર્ટ આપ્યો છે’. આ સીઝનમાં ધોની નીચલા ક્રમે રમી રહ્યો છે અને તેથી ભાગ્યે જ બેટિંગ કરતો દેખાયો છે. તેણે કહ્યું હતું કે ‘મને બેટિંગ માટે ઓછી તક મળી રહી છે પરંતુ કોઈ જ ફરિયાદ નથી’.

Read latest Cricket News and Gujarati News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *