Today News

ms dhoni, IPL 2023: મેદાનમાં MS Dhoni અને Virat Kohliનો બ્રોમાન્સ, Anushka Sharmaનું ક્યૂટ રિએક્શન કેમેરામાં થયું કેદ – csk vs rcb bromance between ms dhoni and virat kohli anushka sharma reaction caught attention

ms dhoni, IPL 2023: મેદાનમાં MS Dhoni અને Virat Kohliનો બ્રોમાન્સ, Anushka Sharmaનું ક્યૂટ રિએક્શન કેમેરામાં થયું કેદ - csk vs rcb bromance between ms dhoni and virat kohli anushka sharma reaction caught attention


ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL 2023) દર વર્ષે જો કોઈ બે ટીમ વચ્ચેની મેચની રાહ જોવાતી હોય તો તે છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings). આ બે વચ્ચેની ટક્કર વખતે તેવો જ માહોલ હોય છે, જેઓ ભારત અને પાકિસ્તાન વખતે હોય છે. સોમવારે ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે મહામુકાબલો થયો ત્યારે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ટોસ જીત્યા બાદ RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, CSKના ખેલાડીઓએ 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 226 રન બનાવ્યા હતા. આ લક્ષ્ય પૂરું કરવા માટે બેંગ્લોરના ખેલાડીઓએ પણ આકરી મહેનત કરી હતી પરંતુ આઠ વિકેટ પર 218 રન બનાવી શક્યા હતા અને આમ આઠ રનથી હાર મળી હતી. મેચ ખતમ થયા બાદ વિરાટ કોહલી (Virat Kohli) અને એમએસ ધોની (MS Dhoni) વચ્ચે બ્રોમાન્સ જોવા મળ્યો હતો.

IPL: બેંગલોર સામે ચેન્નઈનો રોમાંચક વિજય, ડુપ્લેસિસ અને મેક્સવેલની તોફાની બેટિંગ એળે ગઈ

મેદાનમાં ધોની અને કોહલીનો બ્રોમાન્સ

17મી એપ્રિલે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી બેંગ્લોર અને ચેન્નઈની મેચ બાદ કોહલી અને ધોની વચ્ચેનું બોન્ડિંગ જોવા મળ્યું હતું. બંને એકબીજા સાથે વાતો કરતાં અને કોઈ વાત પર ખડખડાટ હસતા દેખાયા હતા. તેમનો આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેને સાથે જોઈને ફેન્સ પણ ખુશ થયા હતા અને કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું હતું ‘વિરાટભાઈ કેકેઆરમાં આવી જાઓ, આરસીબીમાં કંઈ રાખ્યું નથી, પનોતી ટીમ છે’ એક ફેને કોમેન્ટ કરી હતી કે ‘મારું દિલ અહીંયા પીગળી ગયું’ તો એકે લખ્યું હતું ‘આવતા વર્ષે આ બંને સાથે નહીં જોવા મળી’, અન્ય એકે લખ્યું હતું ‘શું ક્ષણ છે!’.

IPL 2023: હાર્દિક પંડ્યાને સેમસનને છંછેડવો ભારે પડ્યો, રાજસ્થાનના સુકાની જડબાતોડ જવાબ આપ્યો

અનુષ્કા શર્માનું રિએક્શન કેમેરામાં થયું કેદ

CSK સામેની મેચમાં પતિ વિરાટ કોહલીને ચીયર કરવા માટે અનુષ્કા શર્મા પણ સ્ટેડિયમ પહોંચી હતી. મેચના અલગ-અલગ તબક્કામાં તેના રિએક્શનના વીડિયો અને તસવીરો વાયરલ થયા છે. આવો જ એક અનસીન વીડિયો સામે આવ્યો છે, જેમાં ધોની જ્યારે ઈનિંગના છેલ્લા બે બોલમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે તેના હાવભાવ ઘણું કહી જાય છે. ધોનીએ હાથમાં બેટ લઈ જેવી ફીલ્ડ પર એન્ટ્રી મારી કે તેના ફેન્સ તરત જ તેને ચીયર કરવા લાગ્યા હતા, આ જોઈ પોતાની બાજુમાં બેઠેલી ફ્રેન્ડને એક્ટ્રેસે કહ્યું હતું ‘તેઓ તેને પ્રેમ કરે છે’. આ દરમિયાન તેના ચહેરા પર એક સુંદર સ્મિત હતું. આ વીડિયો જોઈને ફેન્સ ખુશ થયા હતા અને કોમેન્ટ કરતાં ‘મોમેન્ટ ઓફ ધ ડે’ લખ્યું હતું.

RCB અને CSK વચ્ચે હાઈસ્કોર મેચ
ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે સોમવારે એક હાઈ સ્કોરિંગ મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈએ 226 રન બનાવ્યા હતા, આ સ્કોર સુધી પહોંચવામાં ડિવોન કોનવે (83) અને શિવમ દુબેએ (52) મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલા બેંગ્લોરે 218 કર્યા હતા. કેપ્ટન ડુપ્લિસિસ અને ગ્લેન મેક્સવેલે અડધી સદી ફટકારી હતી. પરંતુ બંને પોતાની ટીમને જીતાડી શક્યા નહોતા.

Read latestCricket NewsandGujarat News

Exit mobile version