જમૈકાના ડિફેન્સ ફોર્સમાં હતો કોટ્રેલ
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર શેલ્ડન કોટ્રેલ તેની અનોખી સેલિબ્રેશન સ્ટાઈલ માટે જાણીતો છે. વિકેટ લીધા પછી, તે સલામ કરે છે અને ઉજવણી કરે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે શેલ્ડન કોટ્રેલે ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનાવતા પહેલા જમૈકા ડિફેન્સ ફોર્સમાં સેવા આપી હતી. શેલ્ડને કોટ્રેલે વેસ્ટ ઈન્ડિઝ માટે 2 ટેસ્ટ, 38 વન-ડે અને 45 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે.
ચેનલ-9માં કામ કરતો હતો લાબુશેન

ઓસ્ટ્રેલિયાનો સ્ટાઈલિશ બેટ્સમેન માર્નસ લાબુશેન તેની રાષ્ટ્રીય ટીમ માટે રમતા પહેલા ચેનલ 9માં હોટસ્પોટ બોય તરીકે કામ કરતો હતો. જોકે તે ઓસ્ટ્રેલિયા માટે 38 ટેસ્ટ અને 30 વનડે રમી ચૂક્યો છે. હાલમાં તે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમનો એક આધારભૂત બેટર બની ગયો છે.
ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરતો હતો નાથન લાયન

નાથન લિયોન હાલમાં ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી સ્પિનરોમાંથી એક છે. જો , ઘણા ઓછા લોકો જાણે છે કે ક્રિકેટર બનતા પહેલા તે ક્રિકેટના મેદાન પર ગ્રાઉન્ડ્સમેન તરીકે કામ કરતો હતો. નાથન લાયને ઓસ્ટ્રેલિયા માટે 120 ટેસ્ટ, 29 વન-ડે અને 2 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.
ટ્રાફિક પોલીસમાં હવાલદાર હતો શેન બોન્ડ

પોતાની કારકિર્દીના સમયમાં પોતાની ઝંઝાવાતી ઝડપ માટે જાણીતો ન્યૂઝીલેન્ડનો ઝડપી બોલર શેન બોન્ડ ક્રિકેટર બન્યો તે પહેલા ટ્રાફિક પોલીસમાં હવાલદાર તરીકે કામ કરતો હતો. જોકે, ક્રિકેટના મેદાનમાં આવ્યા બાદ તેણે પોતાની ઝંઝાવાતી બોલિંગથી કહેર વર્તાવ્યો હતો બોન્ડે ન્યૂઝીલેન્ડ માટે 18 ટેસ્ટ, 80 વન-ડે અને 20 ટી20 મેચ રમ્યો છે.
રેલવેમાં ટિકિટ ચેક કરતો હતો મહેન્દ્ર સિંહ ધોની

ભારતને પોતાની કપ્તાનીમાં બે વર્લ્ડકપ ટ્રોફી જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોની વિશે ભાગ્યે જ કોઈ એવું હશે જેને ખબર ન હોય કે તે ક્રિકેટર બનતા પહેલા શું કરતો હતો. ક્રિકેટર બનતા પહેલા ધોની ભારતીય રેલ્વેમાં ટિકિટ ચેકર તરીકે કામ કરતો હતો. જોકે, તેણે પોતાના મનની વાત માની અને ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો.