Today News

ms dhoni, ટીમમાં સિનિયર હોવાથી MS Dhoniને ચીડાવતો હતો Yuvraj Singh, બાદમાં આ એક વાતથી જ બંને વચ્ચે થઈ ગઈ મિત્રતા – here is how yuvraj singh and ms dhoni became close friends

ms dhoni, ટીમમાં સિનિયર હોવાથી MS Dhoniને ચીડાવતો હતો Yuvraj Singh, બાદમાં આ એક વાતથી જ બંને વચ્ચે થઈ ગઈ મિત્રતા - here is how yuvraj singh and ms dhoni became close friends


એમએસ ધોનીનું (MS Dhoni) નામ ક્રિકેટરની દુનિયાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાઈ ચૂક્યું છે. આજે જ્યારે પણ ભારત કોઈ પણ ટીમ સામે હારે છે ત્યારે ક્રિકેટપ્રેમીઓ સૌથી પહેલા ધોનીને યાદ કરે છે અને કહે છે જો તે રમતો હોત તો આમ ન થવા દીધું હોત. ધોનીએ તેના કરિયર દરમિયાન માત્ર ઘણી સીરિઝમાં જ નહી પરંતુ ટી20 વર્લ્ડ કપ અને વનડે વર્લ્ડ કપમાં પણ ભારતને જીત અપાવી હતી. ટીમના દરેક ખેલાડીઓ તેને માન આપતા હતા અને હાલ જે નવા ખેલાડીઓ છે તે પણ ધોનીને આદર્શ માને છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તે ટીમ ઈન્ડિયામાં આવ્યો ત્યારે ડ્રેસિંગ રૂમમાં બધા તેની ખૂબ મજાક ઉડાવતા હતા. ખાસ કરીને યુવરાજ સિંહ (Yuvraj Singh) તેને ‘બિહારી’ કહીને ચીડવતો હતો.

IND vs AUS: સીરિઝ કેમ હારી ગયું ભારત? કેપ્ટન રોહિત શર્માએ કોના પર કાઢ્યો બળાપો?

આ રીતે મિત્ર બન્યા ધોની અને યુવરાજ
યુવરાજ સિંહ તેના મજાક-મસ્તીભર્યા સ્વભાવ માટે જાણીતો છે. જ્યારે તે ટીમ ઈન્ડિયા તરફથી રમતો હતો ત્યારે સાથી ખેલાડીઓને પરેશાન કરતો હતો અને તેમાથી એમએસ ધોની પણ બાકાત રહ્યો નહોતો. યુવરાજને વારંવાર ચીડવતો જોઈ ધોની એકવાર કંટાળ્યો હતો અને તેનાથી હંમેશા નારાજ રહેવા પાછળનું કારણ પૂછ્યું હતું. જેના જવાબમાં યુવરાજે તેવું કંઈ ન હોવાનું કહ્યું હતું. તે દિવસથી ધોની અને યુવરાજ વચ્ચેનું ઈક્વેશન બદલાયું હતું. બંને વચ્ચે ધીમે-ધીમે બોન્ડિંગ વધતું ગયું અને તેઓ જીગરી મિત્રો બની ગયા. તેમની આ મિત્રતા આજે પણ યથાવત્ રહી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઈતિહાસ! અહીં રમાશે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ?

યુવરાજ ઘણીવાર ધોનીની ઉડાવતો મજાક
ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામેની વનડે સીરિઝથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે શરૂઆતથી જ તેના શોર્ટ્સ માટે જાણીતો થઈ ગયો હતો. જે બાદ તેને ટી20 ફોર્મેટ માટે કેપ્ટન બનાવી દેવામાં આવ્યો હતો. તેની મજાક ઉડાવતાં યુવરાજ ઘણીવાર કહેતો કે, ચોગ્ગા-છગ્ગા મારવા તે મોટી વાત નથી, મેચ જીતાડવી મોટી વાત છે. જ્યારે તે એક બાદ એક મોટી ઈનિંગ રમવા લાગ્યો ત્યારે યુવરાજે તેને કહ્યું હતું કે, કોઈ પણ ખેલાડીની અસલી પરીક્ષા વનડેમાં નહીં પરંતુ ટેસ્ટમાં થાય છે.

2011માં ભારત જીત્યું હતું વર્લ્ડ કપ
2007માં ધોનીને ટી20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ જ વર્ષે તેની આગેવાનીમાં ભારત ટી20માં વિશ્વ વિજેતા બન્યું હતું. આ ટુર્નામેન્ટમાં યુવરાજ સિંહે ભારત માટે ધમાકેદાર ઈનિંગ રમી હતી. બંને વચ્ચે 12 બોલમાં 50 રનની ભાગીદારી થઈ હતી અને આજ સુધી કોઈ પણ આ રેકોર્ડ તોડી શક્યું નથી. યુવરાજે આ દરમિયાન જ છ બોલ પર છ સિક્સ ફટકારી હતી. 2011માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં પણ ટીમ જીતી હતી. છેલ્લે ભારત 1987માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વર્લ્ડ કપ જીત્યું હતું અને 28 વર્ષ બાદ ધોનીએ દેશને ફરીથી કપ અપાવ્યો હતો.

Read latest Cricket News and Gujarati News

Exit mobile version