most expensive players of ipl, IPLના સૌથી મોંઘા ખેલાડીઃ સેમ કરને દિગ્ગજોને પછાડ્યા, કેમેરોન ગ્રીનને પણ લાગી લોટરી - ipl auction 2023 sam curran and cameron green become most expensive players of ipl

most expensive players of ipl, IPLના સૌથી મોંઘા ખેલાડીઃ સેમ કરને દિગ્ગજોને પછાડ્યા, કેમેરોન ગ્રીનને પણ લાગી લોટરી – ipl auction 2023 sam curran and cameron green become most expensive players of ipl


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે શુક્રવારે યોજાયેલી હરાજીમાં ઈંગ્લેન્ડના ક્રિકેટર્સ પર રૂપિયાનો વરસાદ થયો છે. આઈપીએલ-2023 માટેની હરાજીમાં ઈંગ્લેન્ડના ઓલ-રાઉન્ડર સેમ કરને નવો જ રેકોર્ડ નોંધાવી દીધો છે. સેમ કરન આઈપીએલ ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના ટેસ્ટ સુકાની અને સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ અને સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના કેમેરોન ગ્રીને પણ ક્રિસ મોરિસને પાછળ રાખ્યો છે અને તે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હરાજીમાં પંજાબ કિંગ્સે સેમ કરનને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે સેમ કરનને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીઓ નીચે પ્રમાણે છે…

સેમ કરન (ઈંગ્લેન્ડ) – 18.50 કરોડ રૂપિયા
ઈંગ્લેન્ડનો ઓલ-રાઉન્ડર સેમ કરન આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આઈપીએલ-2023 માટે યોજાયેલી હરાજીમાં પંજાબ કિંગ્સે તેને 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. ગત ટી20 વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. સેમ કરન આઈપીએલની 2020 અને 2021ની સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. જ્યારે 2019માં તેણે પંજાબ કિંગ્સ દ્વારા આઈપીએલ ડેબ્યુ કર્યું હતું. ત્યારે પંજાબે તેને 7.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા) – 17.50 કરોડ રૂપિયા
ઓસ્ટ્રેલિયાનો કેમેરોન ગ્રીન બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. આ વખતે એક જ હરાજીમાં બે મોંઘા ખેલાડી બન્યા છે. તે સેમ કરન બાદ બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને 17.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગ્રીને એપ્રિલ 2022માં ઓસ્ટ્રેલિયા માટે ટી20માં ડેબ્યુ કર્યું હતું. અત્યાર સુધી તેણે આઠ મેચ રમી છે જેમાં 173.75ની સ્ટ્રાઈક રેટ સાથે રન નોંધાવ્યા છે. જેમાં બે અડધી સદી સામેલ છે. બંને અડધી સદી નવેમ્બરમાં ભારત સામે જ ફટકારી હતી.

બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 16.25 કરોડ રૂપિયા
આઈપીએલ-2023 માટેની હરાજીમાં ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલ-રાઉન્ડર અને ટેસ્ટ ટીમનો સુકાની બેન સ્ટોક્સ પણ મોંઘો ખેલાડી બન્યો છે. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં ક્રિસ મોરિસ સાથે સંયુક્ત રીતે ત્રીજો મોંઘો ખેલાડી બની ગયો છે. બેન સ્ટોક્સની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી.

ક્રિસ મોરિસ (સાઉથ આફ્રિકા) – 16.25 કરોડ રૂપિયા
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર ક્રિસ મોરિસ આઈપીએલ 2021ના મિનિ ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડની બન્યો હતો. રાજસ્થાન રોયલ્સે તેને 16.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મોરિસ માટે ટીમો વચ્ચે ઘણી સ્પર્ધા જામી હતી. જેના કારણે 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસ ધરાવતા મોરિસને 21 ગણા એટલે કે 16.25 કરોડ રૂપિયા મળ્યા હતા. મોરિસે જાન્યુઆરી 2022માં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) – 16 કરોડ રૂપિયા
આઈપીએલ-2023માં ત્રણ ખેલાડીઓને લોટરી લાગી છે. જેમાં વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર નિકોલસ પૂરનને ભારતના સ્ટાર ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહની બરાબરી કરી લીધી છે. પૂરનને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે જ તે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો વિકેટકીપર બની ગયો છે. 2022ની સિઝન પહેલા યોજાયેલા મેગા ઓક્શનમાં પૂરનને સનરાઈઝર્સ હૈદરાબાદે 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, મિનિ ઓક્શન પહેલા તેને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો. તેણે હૈદરાબાદ માટે 14 મેચમાં 306 રન નોંધાવ્યા હતા. પૂરન પંજાબ કિંગ્સ માટે પણ રમી ચૂક્યો છે.

યુવરાજ સિંહ (ભારત) – 16 કરોડ રૂપિયા
ભારતના ભૂતપૂર્વ ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહને પણ 2015ની સિઝનમાં જેકપોટ લાગ્યો હતો. દિલ્હી ડેરડેવિલ્સ (હાલમાં દિલ્હી કેપિટલ્સ) ટીમે તેને 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે, યુવરાજ પોતાની કિંમત અને પ્રતિષ્ઠા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો ન હતો. તેણે 14 મેચમાં 240 રન નોંધાવ્યા હતા. બાદમાં દિલ્હીએ આગામી સિઝન પહેલા તેને રિલીઝ કરી દીધો હતો. બાદમાં હૈદરાબાદે તેને 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 15.5 કરોડ રૂપિયા
ઓસ્ટ્રેલિયન સ્ટાર પેટ કમિન્સ આઈપીએલ-2020ની હરાજી દરમિયાન હેડલાઈન બન્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 15.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે કોલકાતા માટે 12 વિકેટ ઝડપી હતી અને લોઅર ઓર્ડરમાં કેટલીક સારી ઈનિંગ્સ પણ રમી હતી. કોલકાતાએ 2022ની સિઝન પહેલા તેને રિલીઝ કર્યો હતો અને બાદમાં તેને અડધી કિંમતે એટલે કે 7.25 કરોડ રૂપિયામાં ફરીથી ખરીદી લીધો હતો.

ઈશાન કિશન (ભારત) – 15.25 કરોડ રૂપિયા
આઈપીએલ-2022ની હરાજીમાં વિકેટકીપર બેટર ઈશાન કિશન સૌથી મોંઘો ખેલાડની બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે તેના માટે 15.25 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ઈશાન કિશનને 2018માં મુંબઈએ પ્રથમ વખત ખરીદ્યો હતો. 2020ની સિઝનમાં તે ટીમ માટે સૌથી વધુ રન નોંધાવનારો ખેલાડી રહ્યો હતો. તેણે 14 મેચમાં 516 રન નોંધાવ્યા હતા જેમાં 30 સિક્સર સામેલ હતી.

કાયલે જેમિન્સન (ન્યૂઝીલેન્ડ) – 15 કરોડ રૂપિયા
ન્યૂઝીલેન્ડનો કાયલે જેમિનસ 2021ની હરાજીમાં બીજો સૌથી મોંઘો ખેલાડી રહ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે તેને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા હતી. જોકે, તે સિઝનમાં તેનું પ્રદર્શન નબળુ રહ્યું હતું. જેના કારણે તેને બાદમાં રિલીઝ કરી દેવામાં આવ્યો હતો.

બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ) – 14.5 કરોડ રૂપિયા
ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલ-રાઉન્ડર બેન સ્ટોક્સ 2017માં આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ ટીમે તેને 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્ટોક્સે 142.98ની સ્ટ્રાઈક રેટ સાથે 316 રન ફટકાર્યા હતા. જ્યારે 12 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે 2018માં રાજસ્થાન રોયલ્સે તેને 12.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્ટોક્સે 2022ની આઈપીએલમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો.

દીપક ચહર (ભારત) – 14 કરોડ રૂપિયા
આઈપીએલ-2022ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે દીપક ચહરને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો ત્યારે તે ભારતનો સૌથી મોંઘો ઝડપી બોલર બન્યો હતો. દીપક ચહરને 2016માં રાઈઝિંહ પૂણે સુપરજાયન્ટ ટીમે ખરીદ્યો હતો અને તેણે આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ 2018માં તે ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સાથે 80 લાખ રૂપિયામાં જોડાયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *