Mohsin Khan, Mohsin Khan: 10 દિવસ બાદ જીવન સામેની જંગ જીત્યા પિતા, LSGને જીત અપાવ્યા બાદ ભાવુક થયો મોહસિન ખાન - mohsin khan gets emotional as lucknow super giants win against mumbai indians

Mohsin Khan, Mohsin Khan: 10 દિવસ બાદ જીવન સામેની જંગ જીત્યા પિતા, LSGને જીત અપાવ્યા બાદ ભાવુક થયો મોહસિન ખાન – mohsin khan gets emotional as lucknow super giants win against mumbai indians


લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની (Indian Premier League 2023) 63મી મેચ મંગળવારે લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વચ્ચે રમાઈ હતી, જેમાં LSGએ MIને (LSG vs MI) પાંચ રનથી હરાવ્યું હતું. લખનઉની આ જીતમાં ફાસ્ટ બોલર મોહસિન ખાન (Mohsin Khan) અંતિમ ઓવરનો હીરો રહ્યો જેણે ટિમ ડેવિડ અને કેમરુન ગ્રીન જેવા વિસ્ફોટક ખેલાડીને 11 રન પણ બનાવવા દીધા નહીં. મેચ જીતવા માટે મુંબઈને 178 રનની જરૂર હતી પરંતુ 20 ઓવરમાં અંતિમ બોલર પર 172 રન જ બનાવી શક્યું હતું. લખનઉની આ જીત બાદ મોહસિન ખાન ખુશ દેખાયો હતો અને અંતિમ ઓવર માટે તેણે કઈ રણનીતિ બનાવી હતી તેના વિશે વાત કરી હતી.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

હોસ્પિટલથી ઘરે આવ્યા મોહસિનના પિતા
જો કે, મોહસિન માટે અંતિમ ઓવર નાખવી સહેજ પણ સરળ નહોતી. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે, ‘આજે મારા પિતા હોસ્પિટલથી ઘરે આવ્યા છે. તેઓ છેલ્લા 10 દિવસથી આઈસીયુમાં હતા. મારા માટે તે સમય ઘણો મુશ્કેલ રહ્યો હતો. પરંતુ હવે તેઓ ઠીક છે અને ઘરે આવી ગયા છે. આ મેં તેમના માટે કર્યું છે. મને આશા છે કે આજે તેમણે જરૂરથી મેચ જોઈ હશે’.

IPL: મુંબઈ સામે અંતિમ ઓવરમાં લખનૌનો રોમાંચક વિજય, પ્લેઓફ માટે દાવેદારી મજબૂત બનાવી

છેલ્લી ઓવરમાં શું હતી રણનીતિ?
અંતિમ ઓવરની રણનીતિ વિશે વાત કરતાં મોહસિન ખાને જણાવ્યું હતું કે ‘છેલ્લી ઓવરમાં મારો પ્લાન એ જ હતો કે, હું જે પ્રેક્ટિસ કરું છું બસ એ જ કરું. કૃણાલ પંડ્યાએ પણ મને એમ જ કહ્યું હતું. મેં રનઅપમાં કોઈ ફરફાર કર્યો નહોતો. છેલ્લી ઓવરમાં મેં પોતાને શાંત રાખવાનું કામ કર્યું હતું અને સ્કોરબોર્ડ તરફ સહેજ પણ ધ્યાન આપ્યું નહોતું. હું માત્ર એ જ વિચારી રહ્યો હતો કે મારે છ બોલને કોઈ પણ રીતે સારી રીતે કાઢવા છે. જે રીતે વિકેટ ગ્રિપ કરી રહી હતી મેં બે બોલમાં સ્લોઅર નાખ્યો હતો. જો કે, બાદમાં મેં યોર્કર નાખવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં સફળ રહ્યો હતો. અંતિમ ઓવર એટલા માટે પણ મારા મુશ્કેલ નહોતી કારણ કે મેં ઈજાના કારણે એક વર્ષ બાદ કમબેક કર્યું છે. મારા માટે એક વર્ષ કપરું હતું. હું ટીમ અને સ્પોર્ટ સ્ટાફનો આભાર માનું છું, જેમણે મને તક આપી. હું ગત મેચમાં સારું કરી શક્યો નહોતો. ગૌતમ ગંભીર અને વિજય દહિયા સરનો ખૂબ-ખૂબ આભાર’.

હૈદરાબાદ સામેનશુભમન ગીલે ફટકારી IPLની પ્રથમ સદી, ગુજરાત માટે સેન્ચ્યુરી મારનાર પ્રથમ ખેલાડી

કેવી રહી લખનઉ અને મુંબઈની મેચ?
લખનઉ સામેની મેચમાં મુંબઈની ટીમે ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું હતું. લખનઉ પહેલા બેટિંગ માટે મેદાન પર ઉતર્યું હતું. જો કે, ટીમે 35 રનનના સ્કોર પર પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદ કૃણાલ પંડ્યાએ 49 તેમજ માર્ક્સ સ્ટોઈનિસે 89 રનની દમદાર ઈનિંગ રમી હતી અને લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 177 રનનો સ્કોર ઉભો કર્યો હતો. લખનઉ દ્વારા આપવામાં આવેલા 178 રનના લક્ષ્યાંકમાં મુંબઈની શરૂઆત દમદાર રહી હતી. જો કે, રોહિત શર્મા તેમજ ઈશાન કિશન આઉટ થતાં જ ટીમે લય ગુમાવ્યો હતો અને અંતિમ ઓવરમાં 11 રન બનાવી શકી નહીં, જેના કારણે લખનઉએ 5 રનથી મેચ પોતાના નામે કરી હતી.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *