Today News

mohammed siraj clean bold, સિરાજની વિસ્ફોટક બોલિંગનો બેટર પાસે કોઈ જવાબ નહોતો, માઈક્રો સેકન્ડમાં સ્ટમ્પ ઉખાડી ફેંક્યું – siraj bowling like worlds best player video viral

mohammed siraj clean bold, સિરાજની વિસ્ફોટક બોલિંગનો બેટર પાસે કોઈ જવાબ નહોતો, માઈક્રો સેકન્ડમાં સ્ટમ્પ ઉખાડી ફેંક્યું - siraj bowling like worlds best player video viral


પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે 2 મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચમાં અત્યાર સુધી બંને ટીમોએ શાનદાર બેટિંગ કરી છે. ભારત બાદ હવે કેરેબિયન ટીમ પણ બેટિંગમાં જોરદાર પ્રદર્શન કરી રહી છે અને ભારતીય બોલરોને પરેશાન કરી રહી છે. જોકે, હવે ભારતીય બોલરો પોતાનું સર્વસ્વ જાળવી રાખીને વિકેટ લેવાનો પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ પોતાના શાનદાર બોલથી વેસ્ટ ઈન્ડિઝના જોશુઆ દા સિલ્વાને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. એટલું જ નહીં મિડલ સ્ટમ્પ ઉખાડી ફેંક્યું હતું.

સિરાજે જોશુઆનું મિડલ સ્ટમ્પ ઉખાડી નાખ્યું
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 98મી ઓવરમાં આ યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ફેંકવા માટે આવ્યો હતો. તેણે અગનગોળા ફેંકતો હોય તેવી રીતે બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન કેરેબિયન ટીમનો વિકેટ કીપર બેટ્સમેન જોશુઆ દા સિલ્વા સિરાજની ઓવરના બીજા બોલ પર સ્ટ્રાઈક પર હતો. સિરાજે જોશુઆને ગુડ લેન્થ પર બોલ ફેંકી ક્લીન બોલ્ડ કરી દીધો હતો.

રોનાલ્ડોની જેમ કર્યું સેલિબ્રેશન
સિરાજનો બોલ એટલો ઝડપથી આવ્યો કે બેટ અને પેડ વચ્ચેની ગેપમાંથી તે ક્લિન બોલ્ડ થયો હતો. જોશુઆ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે બેટ અને પેડ વચ્ચેથી બોલ જાણે રોકેટની જેમ મિડલ સ્ટમ્પ પર અડી ગયો હતો. ત્યારપછી મોહમ્મદ સિરાજે અનુભવી ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જેમ સીઉ સેલિબ્રેશન કર્યું હતું. અત્યારે આ રીતે તે બોલ્ડ થયો એ તથા ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું સિઉ સેલિબ્રેશન કરતો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. અને ચર્ચામાં આવી રહ્યું છે.

ભારતીય ટીમમાં સિરાજનું યોગદાન
હૈદરાબાદના 29 વર્ષીય મોહમ્મદ સિરાજને ભારતીય ટીમ માટે રમવાનો વધુ અનુભવ નથી. પરંતુ તેણે અત્યારસુધી જે પણ ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચ રમી છે, તેણે સતત પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે. સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 20 ટેસ્ટ, 24 વનડે અને 8 ટી20 મેચ રમી છે. તેણે રમેલી 20 ટેસ્ટમાં 54 વિકેટ લીધી છે. આ સિવાય તેણે વનડેમાં 43 અને ટી20માં 11 વિકેટ ઝડપી છે.

Exit mobile version