mohammed siraj, વન-ડે રેન્કિંગમાં મોહમ્મદ સિરાજનો સપાટો, બની ગયો વિશ્વનો નંબર-1 બોલર - indian pacer mohammed siraj becomes world number one bowler in one day cricket ranking

mohammed siraj, વન-ડે રેન્કિંગમાં મોહમ્મદ સિરાજનો સપાટો, બની ગયો વિશ્વનો નંબર-1 બોલર – indian pacer mohammed siraj becomes world number one bowler in one day cricket ranking


ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ સિરાજે મેદાનની બહાર પણ સપાટો બોલાવી દીધો છે. મોહમ્મદ સિરાજ આઈસીસી વન-ડે બોલર્સ રેન્કિંગમાં નંબર વન બોલર બની ગયો છે. સિરાજે ન્યૂઝીલેન્ડના સ્ટાર ટ્રેન્ટ બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડને પાછળ રાખી દીધા છે. સિરાજ પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત નંબર વન બોલર બન્યો છે. છેલ્લા 12 મહિનામાં ફક્ત સિરાજના ફોર્મમાં જ સુધારો નથી આવ્યો પરંતુ તેના પ્રદર્શનમાં કેટલો સુધારો આવ્યો છે તે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી વન-ડે સિરીઝમાં જોવા મળે છે.

ભારતીય બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ ગત વર્ષે સિરાજને કેટલાક પાસા પર કામ કરવાનો પડકાર આપ્યો હતો. સિરાજે તેના પર આકરી મહેનત કરી હતી અને તેની મહેનત રંગ લાવી છે. સિરાજે શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝમાં નવ વિકેટ ખેરવી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની પ્રથમ મેચમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનના કારણે તે વન-ડેમાં બોલર્સ રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેની પાસે 729 રેટિંગ પોઈન્ટ છે. જોકે, તે ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ કરતા ફક્ત બે જ પોઈન્ટ આગળ છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં સિરાજના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. રોહિતે કહ્યું હતું કે, તેનું પ્રદર્શન ઘણું જ સારું રહ્યું હતું. ટીમ તેની પાસેથી શું અપેક્ષા રાખે છે તે સિરાજ સારી રીતે સમજે છે. તે નવા બોલથી બોલિંગ કરે છે અને બોલને સ્વિંગ કરે છે અને શરૂઆતમાં જ વિકેટ અપાવે છે. મિડલ ઓવર્સમાં પણ તેની પાસે ઘણી સારી ક્ષમતા છે. તે જેટલું વધારે રમશે તેનું પ્રદર્શન એટલું વધારે સારું બનશે.

બેટર્સ રેન્કિંગમાં બાબર આઝમનો દબદબો
આઈસીસી વન-ડે બેટર્સ રેન્કિંગમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ હજી પણ દબદબો ભોગવી રહ્યો છે. જોકે, હવે ટોપ-10માં ત્રણ ભારતીય બેટર્સ સામેલ થઈ ગયા છે. ઈનફોર્મ શુભમન ગિલ 20 સ્થાનનો કૂદકો લગાવીને છઠ્ઠા ક્રમે આવી ગયો છે. ગિલે ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં એક બેવડી સદી અને એક સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે સાતમાં ક્રમે આવી ગયો છે. જ્યારે રોહિત શર્મા આઠમાં ક્રમે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *