ઈશાન-સૂર્યાની વિસ્ફોટક ઈનિંગ્સ
મુંબઈનો કેપ્ટન રોહિત શર્મા પેટમાં દુખાવાને કારણે ટોસ માટે આવી શક્યો નહોતો અને તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવે જવાબદારી સંભાળી હતી. પરંતુ રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરવા આવ્યો અને ટીમને સારી શરૂઆત અપાવી. તેણે 13 બોલમાં 20 રન બનાવ્યા હતા. ઇશાન કિશને બીજા છેડેથી 25 બોલમાં 58 રન કરીને સિઝનમાં પ્રથમ વખત પ્રભાવિત કર્યા હતા. રોહિત પછી ત્રીજા નંબરે આવેલા સૂર્યાકુમાર યાદવે આજે પૂરા જોશમાં જોવા મળ્યો અને તેણે 25 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા.
વેંકટેશ એકલો પડી ગયો
51 બોલમાં 104 રન બનાવનાર વેંકટેશ અય્યર IPLમાં સદી ફટકારનાર KKR માટે બીજો બેટ્સમેન બન્યો હતો. અય્યરે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. 2008માં IPLની પ્રથમ મેચમાં KKR તરફથી રમતા બ્રેન્ડન મેક્કુલમે 158 રન બનાવ્યા હતા. આ પછી છેલ્લા 15 વર્ષમાં KKRનો કોઈ બેટ્સમેન ત્રણ અંક સુધી પહોંચી શક્યો નથી. અય્યર આખરે તે રેકોર્ડ તોડવામાં સફળ થયો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, KKR ની બેટિંગ વેંકટેશની આસપાસ ફરતી હતી, જેણે પોતાની પાવર હિટિંગથી મુંબઈના બોલર્સની જોરદાર ઘોલાઈ કરી હતી.
અર્જુન તેંડુલકરનું ડેબ્યુ
મુંબઈએ અર્જુન તેંડુલકરને (બે ઓવરમાં 0/17)ને તેની IPL ડેબ્યૂ કરવાની તક આપી અને પછી ડાબા હાથના સીમર સાથે બોલિંગની શરૂઆત કરી. જો કે, કેમેરોન ગ્રીન (બે ઓવરમાં 1/20) હતો જેણે ઈનિંગની બીજી ઓવરમાં જ નારાયણ જગદીશન (0)ને આઉટ કરીને મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. બીજો ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ (8) પણ પાવર પ્લેમાં જ પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે કેપ્ટન નીતિશ રાણા (5) પણ લાંબો સમય ટકી શક્યો નહોતો. આ દરમિયાન વેંકટેશનું બેટ રન બનાવતું રહ્યું. વેંકટેશે હૃતિક શોકીન (2/34)ને ચોગ્ગો ફટકાર્યો અને માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે યાનસનના બોલ પર સિંગલ લઈને 49 બોલમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી.