ગુજરાતી હાસ્ય કલાકાર અને લોકગાયક માયાભાઈ આહીરને (Mayabhai Ahir) એક વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. તેમનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં (World Book Of Records London) નોંધાયું છે. દુનિયાના 34 જેટલા દેશોમાં આશરે 5 હજાર કાર્યક્રમમાં કરવા બદલ તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. જન્મદિવસના બે દિવસ પહેલા તેમને આ સર્વશ્રેષ્ઠ ભેટ મળી.
વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસમાં નોંધાયું માયાભાઈ આહીરનું નામ
હાઈલાઈટ્સ:
- ગુજરાતી હાસ્ય કલાકાર માયાભાઈ આહીરનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું
- ભગુડા મોગલ ધામ ખાતે ૨૬ માં પાટોત્સવ પ્રસંગે માયાભાઈ આહીરને આપવામાં આવ્યું સન્માન
- વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાયા બાદ માયાભાઈ આહીરે મોરારીબાપુના લીધા આશીર્વાદ
અનુષ્કા શર્માનું છલકાયું દુઃખ, મા બન્યા બાદ કામ કરતી મહિલાઓને પડતી મુશ્કેલીઓ વિશે કરી વાત
ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસનું સર્ટિફિકેટની તસવીરો શેર કરવાની સાથે તેમણે લખ્યું છે ‘સૌભાગ્યની ક્ષણ…! *”વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ ની પ્રાપ્તિ”*. ગતરોજ ભગુડા ખાતે મા મોગલના ૨૬ માં પાટોત્સવ પ્રસંગે પૂ. મોરારીબાપુ તેમજ સંતો મહંતોના દિવ્ય સાન્નિધ્યમાં અને રાજકીય- સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન ના પ્રમુખ શ્રી સંતોષભાઇ , યુરોપના પ્રમુખ શ્રી વિલી જેજલર તેમજ શ્રી શૈલેષભાઈ બારડ દ્વારા ભારતમાં તેમજ વિશ્વના 34 જેટલા દેશોમાં થયેલા મારા 5000 જેટલા સ્ટેજ પ્રોગ્રામ બદલ મને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનનું ગોલ્ડ એડિસ સર્ટિફિકેટ’ પ્રાપ્ત થવા બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું’.

બિગ બીને યૂઝર્સે કહ્યા ‘ડોસા’ અને ‘મહાનાલાયકજી’, એક્ટરે જે જવાબ આપ્યો તે દિલ જીતી લેશે
‘આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આપવા બદલ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન’ના પ્રમુખ શ્રી સંતોષભાઇ , યુરોપના પ્રમુખ શ્રી વિલી જેજલર તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનના સૌરાષ્ટ્ર – દીવ ઝોનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ બારડનો અંતઃકરણપૂર્વક આભાર ભાવ પ્રગટ કરું છું. આ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મારા સર્વે શ્રોતાઓના પ્રેમનું પરિણામ છે. જય મા મોગલ, જય સિયારામ, જય દ્વારકાધીશ, ધન્યવાદ- માયાભાઈ આહીર’, તેમ તેમણે ઉમેર્યું છે. માયાભાઈ આહીરને આ સન્માન મળવા બદલ તેમના ચાહકો ખુશ થયા છે અને તેમની પોસ્ટ પર કોમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે.
માયાભાઈ આહીરના જન્મદિવસ પર કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ તેમજ ગીતાબેન રબારી સહિતના કલાકારોએ તેમને શુભેચ્છા પણ પાઠવી છે. માયાભાઈ આહીર સાથેની તસવીર શેર કરીને કીર્તિદાન ગઢવીએ લખ્યું છે ‘હેપ્પી બર્થ ડે મામા’, તો અલ્પા પટેલે લખ્યું છે ‘જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામના. મા મોહલ હંમેશા તાજા માજા રાખે’. જણાવી દઈએ કે, માયાભાઈ આહીર તેમના જોક્સથી લોકોને હસાવવા માટે જાણીતા છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ