T20 World Cup 2022, India vs England Semifinal: વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં રાહુલ નિષ્ફળ રહ્યો છે. શરૂઆતની ત્રણ મેચમાં તો તે બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યો ન હતો. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ રાખ્યો અને તેને તક આપવાની ચાલું રાખી. ટુર્નામેન્ટમાં તેણે બે અડધી સદી ફટકારી છે
હાઈલાઈટ્સ:
- T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં લોકેશ રાહુલ ફક્ત પાંચ રન નોંધાવીને આઉટ થયો
- વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં રાહુલ રેન્કિંગમાં ટોચની આઠ ટીમો સામે તદ્દન ફ્લોપ રહ્યો છે
- વર્તમાન વર્લ્ડ કપમાં તેણે ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારી હતી
વર્લ્ડ કપમાં રેન્કિંગમાં ટોચની આઠ ટીમો સામે ફ્લોપ રહ્યો છે રાહુલ
વર્લ્ડ કપમાં લોકેશ રાહુલની બેટિંગની ઘણી ટીકાઓ કરવામાં આવી છે. ક્રિકેટપ્રેમીઓ તેને નાની ટીમોનો એક્સપર્ટ ગણાવી રહ્યા છે. એટલે કે તે નાની ટીમો સામે સારું પ્રદર્શન કરે છે પરંતુ મોટી ટીમો સામે ફ્લોપ રહ્યો છે. છેલ્લા બે વર્લ્ડ કપમાં લોકેશ રાહુલ રેન્કિંગમાં ટોચની આઠ ટીમો સામે ફ્લોપ રહ્યો છે. પાંચ ઈનિંગ્સમાં તે ફક્ત એક જ વખત બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યો છે અને તેમાં પણ તે 20નો આંકડો પાર કરી શક્યો નથી. વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં મેલબોર્નમાં તે પાકિસ્તાન સામે 4 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે પર્થમાં સાઉથ આફ્રિકા સામે તે 9 રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તે 5 રન જ નોંધાવી શક્યો છે. ગત વર્લ્ડ કપમાં તે દુબઈમાં પાકિસ્તાન સામે 3 તથા ન્યૂઝીલેન્ડ સામે 18 રન નોંધાવીને આઉટ થયો હતો.
વર્તમાન વર્લ્ડકપમાં બે અડધી સદી, પરંતુ બંને નબળી ટીમો સામે
વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં રાહુલ નિષ્ફળ રહ્યો છે. શરૂઆતની ત્રણ મેચમાં તો તે બે આંકડાનો સ્કોર પણ નોંધાવી શક્યો ન હતો. તેમ છતાં ટીમ મેનેજમેન્ટે તેના પર વિશ્વાસ રાખ્યો અને તેને તક આપવાની ચાલું રાખી. ટુર્નામેન્ટમાં તેણે બે અડધી સદી ફટકારી છે પરંતુ બંને અડધી સદી બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે જેવી ટીમો સામે ફટકારી છે. મેલબોર્નમાં પાકિસ્તાન સામે તે 4, સિડનીમાં નેધરલેન્ડ્સ સામે 9 અને પર્થમાં સાઉથ આફ્રિકા સામે 9 રન નોંધાવીને આઉટ થયો હતો. એડિલેડમાં બાંગ્લાદેશ સામે તેણે 50 અને મેલબોર્નમાં ઝિમ્બાબ્વે સામે 51 રનની ઈનિંગ્સ રમી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ