સેન્ટ્રલ બ્યુનસ આયર્સમાં અંદાજીત 20 લાખ લોકો ઉમટ્યા હતા જેની તસ્વીરો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. એરપોર્ટ પર પહોંચેલી ટીમનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલી ઉજવણીના વિડીયો અને તસ્વીરો જોઈને તમને ખ્યાલ આવી જશે કે આર્જેન્ટિના માટે આ ટ્રોફી જીતવાની ખુશી શું છે.
હાઈલાઈટ્સ:
- કતારમાં રમાયેલા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ટ્રોફી જીતી હતી
- મેસ્સીની આગેવાનીવાળી ટીમ કતારથી આર્જેન્ટિના પરત ફરી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
- આર્જેન્ટિના 36 વર્ષ બાદ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો, મેસ્સીએ પણ કારકિર્દીનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો
સેન્ટ્રલ બ્યુનસ આયર્સમાં અંદાજીત 20 લાખ લોકો ઉમટ્યા હતા જેની તસ્વીરો અને વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. એરપોર્ટ પર પહોંચેલી ટીમનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશમાં ચાલી રહેલી ઉજવણીના વિડીયો અને તસ્વીરો જોઈને તમને ખ્યાલ આવી જશે કે આર્જેન્ટિના માટે આ ટ્રોફી જીતવાની ખુશી શું છે. મોડી રાત સુધી લોકોએ ઉજવણી કરી હતી.
આ વર્લ્ડ કપ આર્જેન્ટિના કરતા પણ વધારે મેસ્સી માટે મહત્વનો હતો. મેસ્સી ચાર વર્લ્ડ કપ રમી ચૂક્યો હતો. આ તેનો અંતિમ વર્લ્ડ કપ હતો. અત્યાર સુધી તેણે ક્લબ કક્ષાએ ઘણી ટ્રોફી અને ટાઈટલ જીત્યા છે પરંતુ તે આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવી શક્યો નથી તેવું મ્હેણું તેને હંમેશા મારવામાં આવતું હતું. આર્જેન્ટિનાની ટીમ ફાઈનલમાં પહોંચી તે સાથે જ મેસ્સીએ જાહેરાત કરી હતી કે દેશ માટે તેની આ અંતિમ મેચ હશે. અંતિમ મેચમાં તેણે ટ્રોફી સાથે તેણે વિદાય લીધી અને પોતાના પર લાગેલું મ્હેણું ભાંગ્યું હતું.
કતારમાં રમાયેલા વર્લ્ડ કપમાં મેસ્સીએ ટુર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ખેલાડીને આપવામાં આવતો ગોલ્ડન બોલનો એવોર્ડ જીત્યો હતો. જ્યારે ફ્રાન્સના કિલિયન એમબાપેને ગોલ્ડન બૂટનો એવોર્ડ મળ્યો હતો જે ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ નોંધાવનારા ખેલાડીને આપવામાં આવે છે. જ્યારે શ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ આર્જેન્ટિનાના એમી માર્ટિનેઝને આપવામાં આવ્યો હતો. જેણે આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ