Today News

lalit modi, IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી હોસ્પિટલમાં દાખલ, ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા – former ipl chief lalit modi hospitalised put on oxygen support

lalit modi, IPLના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદી હોસ્પિટલમાં દાખલ, ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા - former ipl chief lalit modi hospitalised put on oxygen support


ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીની તબીયત હાલમાં ખરાબ છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ખરાબ તબીયત અંગે પોતાની પીડા વ્યક્ત કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લલિત મોદી મેક્સિકોમાં હતા અને આ દરમિયાન તેમને ઈન્ફેક્શન થયું હતું. પહેલા તો તેમને લાગ્યું ન હતું કે તેમની તબીયત આટલી ખરાબ થશે. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ તેમની તબીયત વધારે બગડી હતી. અંતે લલિત મોદીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે અને તેઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

તેમણે કહ્યું હતું કે તેમને બે સપ્તાહમાં બે વખત કોરોનાનો ચેપ લાગ્યો હતો. લલિત મોદીએ જણાવ્યું હતું કે, બે ડોક્ટર્સ અને પુત્રની મદદથી તેમને ફ્લાઈટથી અંતે લંડન લાવવામાં આ્યા હતા. કમનસીબે મારે હજી 24 કલાક સુધી ઓક્સિજન સપોર્ટ પર રહેવું પડશે. તેમણે અંતમાં તેમના ચાહકોનો આભાર પણ માન્યો હતો. તેમણે જે તસ્વીર પોસ્ટ કરી હતી તેમાં તેમની તબીયત ખરાબ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેને કરી કોમેન્ટ
લલિત મોદીએ પોતાની તબીયત વિશે ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી. જેના કારણે તેમના અને સુષ્મિતા સેનના સંબંધો ફરીથી ચર્ચામાં આવ્યા છે. લલિત મોદીને કોવિડ-19 અને ન્યૂમોનિયાનો ચેપ લાગ્યો છે. લલિત મોદીએ ઈન્સ્ટાગ્રામ પણ જાણકારી આપી હતી અને ત્યારબાદ તેમના ચાહકોએ તેમને ઝડપી સાજા થવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો ભાઈ રાજીવ સેન પણ સામેલ છે. રાજીવ સેને તેમને ઝડપી સાજા થયા તેવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જેના કારણે ફરીથી લલિત મોદી અને સુષ્મિતા સેનના સંબંધો ચર્ચામાં આવ્યા છે.

નોંધનીય છે કે ગત વર્ષે લલિત મોદીએ સુષ્મિતા સેન સાથે તસ્વીરો શેર કરી હતી. આ તસ્વીરોના કારણે લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધોની ઘણી ચર્ચાઓ થઈ હતી. તસ્વીરો વાયરલ થયા બાદ સુષ્મિતા સેન ટ્રોલ થઈ હતી. હવે રાજીવ સેને લલિત મોદીના ઈન્ટાગ્રામ પર કોમેન્ટ કરતાં સુષ્મિતા અને લલિત મોદીના સંબંધો ફરીથી ચર્ચામાં આવ્યા છે.

Exit mobile version