lalchand rajpit, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એમ જ નથી હરાવ્યું, તેમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનો છે મોટો હાથ - t20 world cup 2022 how lalchand rajput transformed zimbabwe cricket in 4 years

lalchand rajpit, ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને એમ જ નથી હરાવ્યું, તેમાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડીનો છે મોટો હાથ – t20 world cup 2022 how lalchand rajput transformed zimbabwe cricket in 4 years


લાલચંદ રાજપૂત. 2007ની ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના કોચ. તેઓ તારીખ તો ભૂલી ગયા છે પરંતુ તેમને યાદ છે કે જુલાઈ 2018માં તેમણે ઝિમ્બાબ્વે મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદની જવાબદારી સંભાળી હતી. ત્યારપછીના જ દિવસે પાકિસ્તાન વિરુદ્ધ પાંચ મેચની વન-ડે સીરિઝની શરૂઆત થઈ હતી. પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ વન-ડે 13 જુલાઈ 2018ના રોજ રમાઈ હતી. રાજપૂતે જણાવ્યું હતું કે, મેચના એક દિવસ પહેલા મને ઝિમ્બાબ્વે ક્રિકેટે જણાવ્યું કે બોર્ડ સાથે વેતન વિવાદના કારણે સીન ઈરવિન, ક્રેગ વિલિયમ્સ, સિકંદર રઝા અને બ્રેન્ડન ટેલર બહાર થઈ ગયા છે. હું આઘાતમાં હતો.

ખરાબ રીતે હારી હતી ઝિમ્બાબ્વેની ટીમ
તેમણે જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વે ક્રિકેટના ડાયરેક્ટર ગિવમોર મેકોનીએ મને કહ્યું કે આપણે સીરિઝ રદ કરી શકીએ નહીં. અમને બિનઅનુભવી ટીમ મળી અને પ્રથમ મેચમાં અમે 100 રન અને પછી ત્રીજી મેચમાં 50 રનની આસપાસ ઓલ-આઉટ થઈ ગયા હતા. આવું થયા બાદ મને ખ્યાલ આવ્યો હતો કે મારે પરિસ્થિતિ બદલવા માટે રોકાવવું પડશે. અમે 2019માં વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થવામાં નિષ્ફળ રહ્યા હતા અને બાદમાં પ્રતિબંધ લાગ્યો હતો. તે સૌથી ખરાબ સમય હતો તેથી મને ફક્ત ચાર વર્ષમાં ટીમમાં આવેલા પરિવર્તન પર ગર્વ છે.

ઝિમ્બાબ્વેએ બુધવારે પાકિસ્તાનને એક રને પરાજય આપીને ટી20 વર્લ્ડ કપમાં પોતાના સૌથી યાદગાર વિજયમાંનો એક નોંધાવ્યો હતો અને આ વિજયથી રાષ્ટ્રીય ટીમના વર્તમાન ટેકનિકલ ડાયરેક્ટર રાજપૂતથી વધારે ખુશ કોઈ હોઈ શકતું નથી. રાજપૂતે જણાવ્યું હતું કે, મારું સપનું તેમને ઓસ્ટ્રેલિયામાં ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ કરતાં જોવાનું હતું. આ તો સોનામાં સુગંધ ભળી હોય તેવું છે. મને મારા ખેલાડીઓ પર ગર્વ છે.

લાલચંદ રાજપૂત ભારત માટે છ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે પરંતુ કોચિંગમાં તેમનું ઘણું મોટું નામ છે. રાજપૂત ક્વોલિફાયર સુધી ટીમ સાથે હતા પરંતુ તેઓ દિવાળીના સમયે પોતાના પરિવાર સાથે રહેવા ઈચ્છતા હતા અને તેથી ભારત પરત ફર્યા. નીલ જ્હોનસન, ફ્લાવર બંધુ એન્ડી અને ગ્રાંટ, મરે ગુડવિન, પોલ સ્ટ્રેંગ, હેનરી ઓલંગા તથા હિથ સ્ટ્રીક જેવા ખેલાડીઓના ગયા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટને પહેલા જેવી સફળતા મળી નથી.

લાલચંદ રાજપૂતે ખેલાડીઓની માનસિકતા બદલી
સ્ટાર બેટર સિકંદર રઝાએ ફક્ત 2022માં જ પાંચ વન-ડે સદી ફટકારી છે. જ્યારે વર્તમાન સત્ર અગાઉ વન-ડે ક્રિકેટમાં તેની ફક્ત એક સદી 2015માં આવી હતી. બુધવારે રઝાએ પોતાની ઓફ સ્પિન બોલિંગથી ત્રણ વિકેટ ખેરવી હતી અને ઝિમ્બાબ્વેના એક રનથી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાજપૂતે કહ્યું હતું કે, રઝા એક ભાવુક છોકરો છે. તેની ઉંમર વધી છે તેમ તે વધારે સારો ખેલાડી બની રહ્યો છે. મને યાદ છે કે થોડા વર્ષ પહેલા જ્યારે મેં પદ સંભાળ્યું હતું ત્યારે તેને પૂછ્યું હતું કે તે ઝિમ્બાબ્વેને કેટલી મેચો જીતાડી હતી. તેણે લાંબા સમયથી સદી ફટકારી ન હતી. તેણે 40 રનની આસપાસ રન અને ક્યારેક ક્યારેક અડધી સદી ફટકારી હતી. ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નહતું.

બાદમાં લાલચંદ રાજપૂત રઝામાં મુંબઈની શૈલી લાવ્યા અને તે ઉપરાંત વિલિયમ્સ, ઈરવિન અને કેપ્ટન રેગિસ ચકાબ્વા જેવા સિનિયર ખેલાડીઓ સાથે દિલથી વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે જો તમારા જેવા સિનિયર્સ ખેલાડીઓ આગળ નહીં આવે અને મેચ જીતાડવાની જવાબદારી નહીં લે તો તો ઝિમ્બાબ્વે માટે રમવાનો કોઈ મતલબ નથી. જો ટીમે હારવું છે તે હું યુવાન ખેલાડીઓની પસંદગી કરીશ અને પરિણામ અંગે વિચારીશ નહીં. આ વાતે કામ કર્યું અને ખેલાડીઓની માનસિકતા બદલાઈ ગઈ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *