Today News

kylian mbappe al-hilal, એમબાપ્પે માટે અલ-હિલાલે ખોલ્યો ખજાનો, પાકિસ્તાનના સ્પોર્ટ્સ બજેટ કરતાં દોઢ ગણી ઓફર – saudi arabian football team al hilal makes world record 332 million dollar bid for kylian mbappe

kylian mbappe al-hilal, એમબાપ્પે માટે અલ-હિલાલે ખોલ્યો ખજાનો, પાકિસ્તાનના સ્પોર્ટ્સ બજેટ કરતાં દોઢ ગણી ઓફર - saudi arabian football team al hilal makes world record 332 million dollar bid for kylian mbappe


સાઉદી અરેબિયાની ફૂટબોલ ટીમ અલ હિલાલે સોમવારે ફ્રેન્ચ સ્ટ્રાઈકર કિલિયાન એમબાપ્પેને સાઈન કરવા માટે રેકોર્ડ 300 મિલિયન યુરો (332 મિલિયન ડોલર, અંદાજીત 2,725 કરોડ રૂપિયા)ની ઓફર કરી છે. ફ્રેન્ચ ચેમ્પિયન પેરિસ સેન્ટ-જર્મન (PSG) ટીમે ખેલાડી માટે તેમની ઓફરની પુષ્ટિ કરી છે. અલ હિલાલની ઓફર પાકિસ્તાનના ગયા વર્ષના સ્પોર્ટ્સ બજેટ કરતાં ઘણી વધારે છે. પાકિસ્તાનનું સ્પોર્ટ્સ બજેટ 1900 કરોડ રૂપિયાની નજીક હતું, જ્યારે એમબાપ્પેને ઓફર કરાયેલી રકમ તેનાથી દોઢ ગણી છે.

અલ હિલાલ ઉપરાંત એમબાપ્પે પાસે રિયલ મેડ્રિડ તરફથી ઓફર્સ છે
ફ્રાન્સનો યુવાન ફૂટબોલર એમ્બાપ્પે 2018ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે. એમબાપ્પેનો આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સીની ભૂતપૂર્વ ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથે વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે તેણે પોતાના કરારમાં 12 મહિનાના વધારવાનો વિકલ્પ ન લેવાનું નક્કી કર્યું છે. તેના બદલે તે આગામી સિઝનના અંતે ‘ફ્રી એજન્ટ’ બનવાની યોજના ધરાવે છે. એમબાપ્પે સ્પેનની ટોચની ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાય તેવી અપેક્ષા છે. ફ્રાન્સની ક્લબ નવો કરાર ન હોવાના કારણે એમબાપ્પેને છોડવા માટે પ્રતિબદ્ધ છે.

એમબાપ્પે ફૂટબોલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની શકે છે
જો એમબાપ્પે અલ-હિલાલની ઓફર સ્વિકારી લે છે તો તે ફૂટબોલ ઈતિહાસનો સૌથી મોંઘો ફૂટબોલ ખેલાડી બની જશે. અગાઉ 2017માં પેરિસ સેન્ટ જર્મને નેઈમાર માટે 262 મિલિયન ડોલરનો ખર્ચ કર્યો હતો. તે સમયે ટીમે 2017માં બાર્સેલોનામાંથી નેઈમારને પોતાની ક્લબમાં જોડ્યો હતો. પોર્ટુગલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ડિસેમ્બરમાં અલ-નાસર સાથે કરાર કર્યો હતો. તે પછી સાઉદી અરેબિયાની આકર્ષક લીગમાં જોડાનારા મોટા નામોમાં કરીમ બેન્ઝેમા, એન્જેલો કાન્ટે અને રોબર્ટો ફિરમિનોનો સમાવેશ થાય છે.

મેસ્સીએ અલ હિલાલની ઓફર ન હતી સ્વીકારી
બીજી તરફ પેરિસ-સેન્ટ જર્મન ક્લબ છોડ્યા બાદ લાયનલ મેસ્સી પાસે અલ-હિલાલ ક્લબની મોટી ઓફર હતી. પરંતુ મેસ્સીએ અમેરિકાની એમએલએસ ટીમ ઈન્ટર માયામીની પસંદગી કરી છે. રિયાદ માહેરેઝ અને જોર્ડન હેન્ડરસન જેવા પ્રીમિયર લીગ સ્ટાર્સ ઉમેરવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય રમતગમતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ રોનાલ્ડો સાથે જોડાયા પછી જંગી રકમની આકર્ષક ઓફરોને કારણે ઘણા ખેલાડીઓ સાઉદી અરેબિયા જવા માટે તૈયાર છે.

Exit mobile version