Korea Open 2023: સાત્વિક અને ચિરાગની જોડીએ જીતી કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ, 'ગંગનમ સ્ટાઈલ'માં કરી ઉજવણી - satwiksairaj rankireddy and chirag shetty wins korea open 2023 and celebrates in gangnam style

Korea Open 2023: સાત્વિક અને ચિરાગની જોડીએ જીતી કોરિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટ, ‘ગંગનમ સ્ટાઈલ’માં કરી ઉજવણી – satwiksairaj rankireddy and chirag shetty wins korea open 2023 and celebrates in gangnam style


યેઓસુ (કોરિયા): ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર જોડીએ વર્ષનું ત્રીજું ટાઈટલ જીત્યું છે. કોરિયા ઓપનમાં મેન્સ ડબલ્સ ફાઈનલમાં રવિવારે ભારતીય જોડીએ ઈન્ડોનેશિયાના ટોપ સીડ ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન આર્દિયાંતોની જોડીને 17-21 21- 13 21- 14થી હરાવી. ભારતીય જોડી એક ગેમથી પાછળ હતી, પરંતુ તેણે શાનદાર કમબેક કરતા વધુ એક ટાઈટલ પોતાના નામે કર્યું. શનિવારે ભારતીય જોડીએ ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની દુનિયાની બીજા નંબરની જોડીને સીધી ગેમમાં રોમાંચક રીતે હરાવી આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

સાત્વિક અને ચિરાગ પહેલો સેટ 17-21થી હારી ગયા હતા, પરંતુ પછી તેમણે કમબેક કર્યું અને બીજો સેટ 21-13થી પોતાના નામે કરી લીધો. નિર્ણાયક સેટમાં ભારતીય જોડીએ પોતાની જોરદાર રમત બતાવતા જલદી જ 7-3ની લીડ મેળવી લીધી. જોકે, થોડી વાર પછી જ તેમની લીડ 11-8 થઈ ગઈ. આખરે તેમણે સેટ 21-14 પર પૂરો કર્યો અને ટૂર્નામેન્ટ પણ પોતાના નામે કરી લીધી.

સાત્વિક અને ચિરાગે આ વર્ષે ઈન્ડોનેશિયા સુપર 1000 અને સ્વિસ ઓપન સુપર 500 ટૂર્નામેન્ટ પણ જીતી હતી. કોરિયા ઓપન ફાઈનલ જીતતા જ સાત્વિક અને ચિરાગ કોર્ટ પર જ ‘ગંગનમ સ્ટાઈલ’માં ડાન્સ કરવા લાગ્યા હતા. આ જોડીએ ઘણી ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ, થોમસ કપમાં ગોલ્ડ મેડલ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ ઉપરાંત સુપર 300 (સૈયદ મોદી અને સ્વિસ ઓપન), સુપર 500 (થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપન), સુપર 750 (ફ્રેન્ચ ઓપન) અને ઈન્ડોનેશિયા ઓપન સુપર 1000માં જીત સામેલ છે.

બીડબલ્યુએમ વર્લ્ડ ટૂર છ સ્તરમાં વિભાજીત હોય છે, જેમાં વર્લ્ડ ટૂર ફાઈનલ્સ, ચાર સુપર 1000 ટૂર્નામેન્ટ, છ સુપર 750 ટૂર્નામેન્ટ, સાત સુપર 500 ટૂર્નામેન્ટ અને 11 સુપર 300 ટૂર્નામેન્ટ સામેલ હોય છે. ટૂર્નામેન્ટનું એક અન્ય સ્તર સુપર 100 છે, જેમાં પણ રેન્કિંગ પોઈન્ટ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *