kl rahul athiya shetty marriage

KL Rahul-Athiya Shetty: બોલિવૂડ બની રહ્યું છે ટીમ ઈન્ડિયાનું ‘સાસરું’, પ્લેઈંગ-11માં સામેલ આ ખેલાડીઓ છે અભિનેત્રીઓના પાર્ટનર – kl rahul athiya shetty marriage team india bollywood love connection


Bollywood Love Connection: ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. કેએલ રાહુલે બોલિવૂડ સુપરસ્ટાર સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. જેઓ બોલીવુડ અભિનેત્રી પણ છે. ક્રિકેટરો અને બોલિવૂડ સ્ટાર્સ વચ્ચેની લવસ્ટોરીની આ ભાગીદારી અનોખી નથી. આ પહેલા પણ ભારતીય ટીમના ઘણા એવા સ્ટાર્સ છે. જેમણે બોલિવૂડની અભિનેત્રીઓને પોતાનું દિલ આપ્યું છે. ત્યારે જો વર્તમાન ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો પ્લેઈંગ-11માં માત્ર 4 ખેલાડી એવા છે જેમણે બોલિવૂડ સ્ટાર્સ સાથે લગ્ન કર્યા છે. આ સિવાય કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવૂડ સ્ટાર્સ સાથે રિલેશનશિપમાં છે. આ યાદીમાં કેએલ રાહુલનું નામ પણ જોડાઈ ગયું છે.

કેએલ રાહુલ-આથિયા શેટ્ટી

1. કેએલ રાહુલ-આથિયા શેટ્ટી
ટીમ ઈન્ડિયાના સ્ટાઈલિશ બેટ્સમેન કેએલ રાહુલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેણે સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. આથિયા શેટ્ટી હીરો, મોતીચૂર-ચકનાચૂર અને મુબારકાન જેવી ફિલ્મોમાં જોવા મળી છે. અત્યાર સુધી કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હતા. પરંતુ થોડા સમય પહેલા જ તેને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

anushka virat

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

2. વિરાટ કોહલી-અનુષ્કા શર્મા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા હાલના સમયની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. બન્ને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જે બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 2017માં લગ્ન કર્યા હતા. બન્નેએ ઇટાલીમાં એક ખાનગી લગ્ન કર્યા હતા. જેમાં માત્ર થોડા મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. બન્નેને એક પુત્રી પણ છે જેનું નામ વામિકા છે.

hardik pandya

હાર્દિક પંડ્યા-નતાશા

3. હાર્દિક પંડ્યા-નતાશા
ટીમ ઈન્ડિયાના હાલના વાઇસ કેપ્ટન અને T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ એક અભિનેત્રીને પોતાનું દિલ આપ્યું છે. સર્બિયન મૂળના નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના લગ્ન વર્ષ 2020માં થયા હતા. બન્નેને અગસ્ત્ય નામનો પુત્ર છે. નતાશા બિગ બૉસ જેવા રિયાલિટી શૉમાં જોવા મળી છે. તેમજ બૉલીવુડની ઘણી ફિલ્મોમાં આઇટમ નંબર અને નાના રોલમાં જોવા મળી છે.

team india

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા

4. યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા
ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા છે. તે કોરિયોગ્રાફરની સાથે સાથે પરફોર્મર પણ છે અને ઘણા મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા ધનશ્રી વર્માનો એક મ્યુઝિક વીડિયો પણ અપારશક્તિ ખુરાના સાથે જોવા મળ્યો હતો. જ્યારે તે પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

જો આપણે પ્લેઈંગ-11ના અન્ય ખેલાડીઓ પર નજર કરીએ તો કેટલાક એવા ખેલાડીઓ છે જે બોલિવૂડની અભિનેત્રીઓ અથવા મોડલ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે. જેમાં શુભમન ગિલનું નામ પણ સામેલ છે. જેનું નામ તાજેતરમાં સારા અલી ખાન સાથે જોડાયું છે. જ્યારે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા પણ એક મૉડલ છે. તો પૃથ્વી શૉનું નામ પ્રાચી સિંહ સાથે પણ જોડવામાં આવ્યું છે જે એક અભિનેત્રી છે.

આ ક્રિકેટરોએ બોલિવૂડ સ્ટાર્સ સાથે લગ્ન પણ કર્યા છે.
જોકે હા માત્ર વર્તમાન ખેલાડીઓ જ નહીં પરંતુ ઘણા પૂર્વ ખેલાડીઓ પણ છે જેમણે બોલિવૂડ અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. તેમની વચ્ચે હાલમાં ઘણા સુપરસ્ટાર છે. જેમાં હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન જેવા ખેલાડીઓના નામ સામેલ છે. T20 વર્લ્ડ કપ 2007 અને ODI વર્લ્ડ કપ 2011 સુપરસ્ટાર યુવરાજ સિંહે બોલિવૂડ અભિનેત્રી હેઝલ કીચ સાથે લગ્ન કર્યા છે. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્ન કર્યા છે. જે છેલ્લે શાહરૂખ ખાન સ્ટારર ચક દે ઈન્ડિયામાં જોવા મળી હતી. ટર્બનેટર હરભજન સિંહે પણ પોતાનું દિલ બોલિવૂડ અભિનેત્રી ગીતા બસરાને આપી દીધું હતું અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા હતા. જોકે આપણે આ પહેલા પણ જઈએ તો મન્સૂર અલી ખાન પટૌડીનું નામ સૌથી વધુ લોકપ્રિય છે. જેમણે શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યા હતા.

Read Latest Sports News And Gujarat News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *