21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી વચ્ચે લગ્નના કાર્યક્રમો યોજાશે. શરૂઆતના બે દિવસ એટલે કે 21 અને 22 જાન્યુઆરીએ હલ્દી-મેંહદી અને સંગીત સેરેમની છે. 23 જાન્યુઆરીએ રાહુલ-આથિયા લગ્નગ્રંથીથી જોડાશે. બંને પરિવારોમાં હાલ ઘણી ખુશીનો માહોલ છે. પરંતુ, આ ઈવેન્ટથી મીડિયાને દૂર રાખવામાં આવશે. લગ્ન દરમિયાન બધા કાર્યક્રમો સાદગીથી યોજાશે. લગ્નમાં ઘણા ઓછા લોકોને આમંત્રણ અપાશે, તેવું જાણવા મળી રહ્યું છે.
રાહુલ અને આથિયાએ મહેમાનોનું લિસ્ટ તૈયાર કરી લીધું છે. તેમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના ઘણી હસ્તીઓ સામેલ છે. આ પાવર કપલના ગેસ્ટ લિસ્ટમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, જેકી શ્રોફ, અક્ષય કુમાર જેવા સેબિબ્રિટી સામેલ છે.
કહેવાય છે કે, પ્રેમ છૂપો રહેતો નથી. રાહુલ-આથિયાના મામલે પણ એવું થયું હતું. બંને ઈન્સ્ટાગ્રામ પર એકબીજાના ફોટોઝ પર ઘણી કોમેન્ટ કરતા હતા. ફેન્સએ બંનેનું અફેર પકડી લીધું હતું. હવે, કહેવાઈ રહ્યું છે કે, લગ્ન પછી બંને બાંદ્રામાં રહેશે. આ ફ્લેટ પાલી હિલમાં રણબીર-આલિયાના બંગલાની નજીક છે.
હાલમાં ખરાબ ફોર્મમાં છે રાહુલ
લોકેશ રાહુલ હાલ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી-20 ઉપરાંત વન-ડેમાં પણ તેના બેટમાંથી રન નથી નીકળી રહ્યા. તેનાતી ફેન્સ નારાજ છે અને તેને ટીમમાંથી બહાર કરવાની વાત પણ થઈ રહી છે. તેની પાસેથી વાઈસ કેપ્ટનશિપ પણ છીનવી લેવાઈ છે. વન-ડે ટીમમાં હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટન છે અને ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારાને એ જવાબદારી સોંપાઈ છે.