ભારતીય ક્રિકે્ટર કે.એલ.રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટી ઉજ્જૈનમાં આવેલા મહાકાલના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આથિયા શેટ્ટીએ પીળી સાડી પહેરી હતી જ્યારે કે.એલ.રાહુલે ધોતી પહેરી હતી. હાલ કે.એલ.રાહુલ ખરાબ તબક્કામાં ચાલી રહ્યો હોવાથી તે મહાકાલના દર્શને પહોંચ્યો હતો અને મંદિરમાં પત્ની આથિયા શેટ્ટી સાથે પૂજા અર્ચના કરી હતી.