Today News

kinjal dave, Kinjal Daveએ પરિવાર સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં ઉજવ્યો 24મો બર્થ ડે, ભાવિ પતિએ વરસાવ્યો પ્રેમ – kinjal dave celebrates her 24th birthday with father and brother

kinjal dave, Kinjal Daveએ પરિવાર સાથે ફાઈવ સ્ટાર હોટેલમાં ઉજવ્યો 24મો બર્થ ડે, ભાવિ પતિએ વરસાવ્યો પ્રેમ - kinjal dave celebrates her 24th birthday with father and brother


સાવ નાની વયથી મ્યૂઝિકમાં કરિયરની શરૂઆત કરનારી કિંજલ દવેને (Kinjal Dave) આમ તો હવે ઓળખની કોઈ જરૂર નથી. ખાસ કરીને તેનું ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત ગાયા બાદ તો તેની પોપ્યુલારિટીમાં જબરદસ્ત વધારો થયો અને વિદેશમાં પણ તેના લાખો ફેન્સ બની ગયા. માત્ર ગુજરાતમાં જ નહીં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ જ્યારે તે ગરબા ઈવેન્ટ કે લોકડાયરો કરે છે ત્યારે દરેક શો હાઉસફુલ જાય છે અને ત્યાંના લોકો તેના પર ખૂબ પ્રેમ વરસાવે છે. કિંજલ દવે 24 વર્ષની થઈ ગઈ છે. ગઈકાલે તેનો (24 નવેમ્બર) બર્થ ડે હતો, જેનું સેલિબ્રેશન તેણે પપ્પા લલિત દવે અને ભાઈ આકાશ દવે સાથે કર્યું હતું. સોશિયલ મીડિયા પર જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો સામે આવી છે.

BB 16: ટીના દત્તાના મમ્મીનો સુમ્બુલના પિતા પર પલટવાર, એવો જવાબ આપ્યો કે સમસમી ગયા

24મા બર્થ ડેનું સેલિબ્રેશન


કિંજલ દવેની જેમ તેના પપ્પા પણ ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તેમણે સેલિબ્રેશનની ઝલક દેખાડતી એક તસવીર શેર કરી છે. જેમાં કિંજલ લાઈટ પિંક કલરના ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે. પાછળ કલરફુલ ફૂલથી સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ સિવાય ટેબલ પર થ્રી ટાયરની યમ્મી કેક રાખવામાં આવી છે. આ સાથે તેમણે લખ્યું છે ‘જન્મ દિવસની શુભકામનાઓ મારી લાડકી કિંજલ… બા કેશર સદા સહાયતે. માં ભગવતી ચેહર તારી ખુશીનો ખ્યાલ રાખે એવી આશા સાથે પ્રાર્થના’.

ભાઈ આકાશે કિંજલને કર્યું વિશ


આકાશ દવેએ પણ બહેન સાથેની એક સુંદર તસવીર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. આ સાથે લખ્યું છે ‘મારા સમસ્તને જન્મદિવસની શુભેચ્છા’. આ પોસ્ટને લોકગાયિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રિશેર કરીને લખ્યું છે ‘થેન્ક્યુ સો મચ મારા જીવ. બસ આમ જ મારો પડછાયો બનીને રહેજે’.

સલમાન ખાનના પરિવારની વહુ બનશે યૂલિયા વંતૂર! ‘બહેન’ રાખી સાવંતે કરી પુષ્ટિ!

કિંજલ દવે પર ભાવિ પતિએ વરસાવ્યો પ્રેમ


ગઈકાલે કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ પણ તેના વિશ કરતાં તેમની દુબઈ ટ્રિપની થ્રોબેક તસવીર શેર કરી હતી. આ સાથે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે માય ડાર્લિંગ. તું મારી મિત્ર, મારી પ્રેમિકા, મારી BFF, મારી ક્રશ, મારો આનંદ, મારો આત્મવિશ્વાસ, મારી હની, મારો જુસ્સો, મારી પાર્ટનર, મારો ખજાનો, મારી બેબ, મારી કમ્ફર્ટ, મારી પ્રિય, મારી ઈચ્છા, મારી તાકાત, મારો ખભો, મારો પ્રેમ, મારું સમસ્ત’. કિંજલ દવેએ આભાર માનતાં લખ્યું હતું ‘ખૂબ-ખૂબ આભાર’.

ગીતા રબારીએ પાઠવી શુભેચ્છા


કિંજલ દવેની ખાસ ફ્રેન્ડ ગીતા રબારીએ પણ તેને વિશ કર્યું હતું અને તેની સાથેની તસવીરો શેર કરી લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે મારી વ્હાલી. ભગવાન તારા પર આશીર્વાદ વરસાવતા રહે’. તો કિંજલ દવેએ લખ્યું હતું ‘આભાર ગીતુ’

Read Latest Entertainment News And Gujarati News



Exit mobile version