સોશિયલ મીડિયા પર જાણીતા ખજૂરભાઈના ઘરે ગુજરાતની ફેમસ ગાયિકા કિંજલ દવે (Kinjal Dave and Khajoor Bhai) પહોંચી હતી. તેઓની મુલાકાતના આ ફોટોગ્રાફ્સ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોગ્રાફ્સ શેર કરતા ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીએ લખ્યું કે, મારી બહેન કિંજલ દવે અને તેનો પરિવાર મારા ઘરે આવ્યો હતો. હવે તે મારી સાળી બની ગઈ છે.