kenya makes world record in t-20, સૂર્યકુમાર યાદવ કરી રહ્યો હતો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ ત્યારે આ ટીમે બનાવ્યો મહારેકોર્ડ, માત્ર 15 દડામાં જીતી લીધી મેચ - kenya beat mali by 10 wicket and 105 balls remaining and make world record

kenya makes world record in t-20, સૂર્યકુમાર યાદવ કરી રહ્યો હતો ચોગ્ગા-છગ્ગાનો વરસાદ ત્યારે આ ટીમે બનાવ્યો મહારેકોર્ડ, માત્ર 15 દડામાં જીતી લીધી મેચ – kenya beat mali by 10 wicket and 105 balls remaining and make world record


નવી દિલ્હી: ક્રિકેટ ફેન્સની નજરો સૂર્યકુમાર યાદવની વિસ્ફોટક બેટિંગ પર હતી, ત્યારે બીજી તરફ એક ટીમ ક્રિકેટનો મહારેકોર્ડ બનાવી રહી હતી. તેણે માત્ર 15 દડામાં 10 વિકેટથી ટી-20 ઈન્ટરનેશનલ મેચ જીતીને ઈતિહાસ રચી દીધો. આ ટી-20 ઈન્ટનરનેશનલ મેચ કેન્યા અને માલી વચ્ચે રમાઈ હતી, જેમાં કેન્યાએ 105 દડા બાકી હતા ત્યારે મેચ જીતી લીધી હતી. કેન્યાએ કોઈ વિકેટ ગુમાવ્યા વિના આ મુકાબલો સરળતાથી જીતી લેવાની સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

30 રનમાં સમેટાઈ ઈનિંગ્સ
આ પહેલા 104 દડામાં મેચ જીતવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રિયાના નામે હતો. તેણે 31 ઓગસ્ટ 2019એ તુર્કીને 10 વિકેટ અને 104 દડા બાકી હતા ત્યારે 33 રનનું લક્ષ્ય પાર કરી જીત મેળવી હતી. કેન્યા અને માલીની મેચની વાત કરીએ તો આઈસીસી પુરુષ ટી-20 વર્લ્ડ કપના સબ રીજનલ આફ્રિકા ક્વોલિફાયર ગ્રુપ-એકના મુકાબલામાં માલીની આખી ટીમ 30 રનમાં સમેટાઈ ગઈ હતી.

6 બેટ્સમેન શૂન્ય રન પર આઉટ
માલી તરફથી સૌથી વધુ 12 રન થિયોડોર મકાલુએ બનાવ્યા હતા. જ્યારે તેના 6 બેટ્સમેન શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. કેન્યાના પીટલ લેગટે 7 રન આપી 6 વિકેટ ઝડપી હતી. જ્યારે લુકાસ ઓલુચે 4 ઓવરમાં 5 રન આપી 1 વિકેટ અને વિરાટ પટેલે 4 રન આપી એક વિકેટ ઝડપી હતી.

કેન્યાએ ઓપનરોએ જ મેચ પૂરી કરી દીધી
જીત માટેના 31 રનના ટાર્ગેટને પાર કરવા ઉતરેલી કેન્યાની ટીમના ઓપનરોએ જ મેચ પૂરી કરી દીધી હતી. પુષ્કર શર્માએ 9 દડામાં 3 ચોગ્ગાની મદદથી અણનમ 14 રન બનાવ્યા, જ્યારે કોલિંસ ઓબુયાએ 6 દડામાં 1 ચોગ્યા અને 2 છગ્ગાની મદદથી અણનમ 18 રન બનાવ્યા હતા. આ મુકાબલો 2.3 ઓવરમાં જ પૂરો થઈ ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *