કેદાર જાધવ અને મહાદેવ જાધવ પુણે શહેરના કોથરોડ વિસ્તારમાં રહે છે. 75 વર્ષના મહાદેવ જાધવ 27 માર્ચે સવારે પરિવારમાં કોઈને જણાવ્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. તેમણે સવારે 11.30 કલાકે રિક્ષામાં બેઠા હતા, તે પછી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી. ફરિયાદમાં જણાવાયું છે કે, મહાદેવ જાધવ 5 ફૂટ 6 ઈંચ લાંબા છે. તેમના ચહેરાની ડાબી તરફ ઈજાનું નિશાન છે. તેમણે સફેદ શર્ટ, રાખોડી રંગનું ટ્રાઉઝર, કાળા ચપ્પલ, મોજા પહેરેલા હતા.
જણાવાયા મુજબ, મહાદેવ જાધવ મરાઠી બોલે છે અને તેમને જમણા હાથની આંગળીઓમાં સોનાની બે વીટીં પહેરેલી હતી. તેની પાસે કોઈ મોબાઈલ નંબર ન હતો. કેદાર જાધવે તેને લઈને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પિતાનો ફોટો અને એક ફોન નંબર પણ શેર કર્યો છે.
38 વર્ષના કેદાર જાધવે વર્ષ 2014માં શ્રીલંકા સામેની વન-ડે મેચથી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને 2015મં ઝિમ્બાબ્વે સામે ટી-20માં ડેબ્યુ કરનારો આ પ્લેયર લાંબા સમયથી ટીમની બહાર છે. 2020માં ન્યૂઝીલેન્ડ સામે તેણે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આઈપીએલમાં પણ હવે કોઈ ટીમે તેના પર વિશ્વાસ નથી રાખતી. કેદાર જાધવે 73 વન-ડે મેચ રમી છે, જેમાં તેણે 42.09ની સરેરાશથી 1389 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 101.60નો રહ્યો છે. તેણે વન-ડે ઈન્ટરનેશનલમાં 2 સદી અને 6 અડધી સદી ફટકારી છે. ટી-20 ઈન્ટરનેશનલમાં કેદારે 20.33ની સરેરાશથી 122 રન બનાવ્યા છે.