કેમેરામેન પર ભડકી કાવ્યા
ઉલ્લેખનીય છે કે બિગ સ્ક્રીન પર જ્યારે કાવ્યા મારનને રજૂ કરવામાં આવી ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. ટીમ અત્યારે શાનદાર ફોર્મમાં પ્રદર્શન કરી રહી હતી. પરંતુ કાવ્યા મારનનો મૂડ સારો જોવા નહોતો મળ્યો. તે ટીમ કોમ્બિનેશન કે અન્ય કોઈ વાતને લઈને નારાજ હોય એમ લાગી રહ્યું હતું. આ સમયે જ કેમેરામેન દ્વારા તેની સામે એન્ગલ લઈ બિગ સ્ક્રિન પર કાવ્યાને ટેલિકાસ્ટ કરાતા તે ગુસ્સે થઈ ગઈ હતી. મેચ દરમિયાન કાવ્યા મારન ઘણી ઉદાસ હતી જેથી તે કેમેરામેન પર ભડકી ઉઠી હતી. જોકે મેચ જીત્યા પછી કાવ્યા ખુશ થઈ ગઈ હશે કેમ કે ટીમની આ પહેલી જીત છે.
હૈદરાબાદની સિઝનની પહેલી જીત
IPLની 16મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે જીતનો સ્વાદ ચાખ્યો છે. તેણે ટૂર્નામેન્ટની 14મી મેચમાં પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આ જીત સાથે ટૂર્નામેન્ટમાં સનરાઇઝર્સનું ખાતું ખુલ્યું છે. ત્રણ મેચમાં આ તેની પ્રથમ જીત છે. અગાઉ રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, પંજાબ સિઝનમાં પ્રથમ વખત હાર્યું છે.
હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગઈ છે. તેના ત્રણ મેચમાં બે પોઈન્ટ છે. પંજાબ ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. હૈદરાબાદ હવે 14 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમશે. તે જ સમયે, પંજાબ કિંગ્સ 13 એપ્રિલે મોહાલીમાં ગુજરાત ટાઇટન્સ સામે રમશે.
મેચમાં હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે 20 ઓવરમાં 9 વિકેટે 143 રન બનાવ્યા હતા. આના જવાબમાં સનરાઇઝર્સની ટીમે 17.1 ઓવરમાં 2 વિકેટે 145 રન બનાવીને મેચ જીતી લીધી હતી.