ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નિવૃતિ લીધા બાદ આ કામમાં હાથ અજમાવશે ધોની, પત્નીની ખુલાસો
બુમરાહના કમબેક વિશે રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ કહ્યું હતું કે, આયર્લેન્ડ ટુર થકી જસપ્રીત બુમરાહ કમબેક કરશે કે કેમ તે નથી જાણતો. પરંતુ ખરેખર ઈચ્છે છે કે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા વર્લ્ડ કપ 2023 પહેલા તે પૂરતી મેચ રમે. ‘બુમરાહનો જે અનુભવ છે તે ખરેખર મહત્વનો છે. હાલ તે ગંભીર ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને તે આયર્લેન્ડ ટ્રાવેલ કરશે કે કેમ તેની મને જાણ નથી કારણ કે ટીમે હજી સુધી જાહેરાત કરી નથી. જો તે રમશે તો સારું રહેશે અને અમે આશા રાખીએ છીએ કે વર્લ્ડ કપ પહેલા તે રમે. જ્યારે કોઈ ખેલાડી ગંભીર ઈજાથી પાછો આવે છે ત્યારે મેચ ફિટનેસ અને મેચ ફીલિંગ મહત્વના પાસાઓ હોય છે’, તેમ રોહિતે વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી વનડે મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું. કેપ્ટને બુમરાહની રિકવરી વિશે પણ વાત કરી હતી અને ટીમ મેનેજમેન્ટ સતત એનસીએના સંપર્કમાં હોવાનું કહ્યું હતું.
WC 2023: ભારત vs પાકિસ્તાનની મેચની તારીખ બદલાશે? નવરાત્રિના લીધે લેવાઈ શકે નિર્ણય
એક વર્ષથી મેદાનથી બહાર છે બુમરાહ
જણાવી દઈએ કે, ગત વર્ષે એશિયા કપ દરમિયાન બુમરાહની ઈજાની સમસ્યા સામે આવી હતી, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થયો હતો. બાદમાં તે ઘર આંગણે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં થોડા સમય માટે આવ્યો હતો અને સીરિઝ દરમિયાન તે બહાર થયો હતો. તેની ઈજાની અસર ગત વર્ષે ઓસ્ટ્રેલિયામાં થયેલા ટી20 વર્લ્ડ કપ પર પણ પડી હતી. જે બાદ આ વર્ષના જાન્યુઆરીમાં શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં તેનું નામ હતું પરંતુ પીઠમાં ફરી ઈજા થતાં તે રમી શક્યો નહોતો. આ જ કારણથી તે આઈપીએલ 2023, ઓસ્ટ્રેલિયા સામે ચાર મેચની ટેસ્ટ સીરિઝ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાંથી પણ બહાર રહ્યો હતો.
વેસ્ટઈન્ડિઝ સામેની વનડે સીરિઝ
ટીમ ઈન્ડિયા ટેસ્ટ સીરિઝ બાદ હવે વેસ્ટઈન્ડિઝ સામેની ત્રણ વનડે મેચોની સીરિઝમાં વ્યસ્ત છે, જેની શરૂઆત ગુરુવારથી થઈ રહી છે. જેમાં રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ-કીપર), ઈશાન કિશન (વિકેટ-કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મહોમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને મુકેશ કુમાર જેવા ખેલાડી રમશે.
Read latest Cricket News and Gujarati News