Today News

jasprit bumrah, ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, શ્રીલંકા સામે વન-ડે સીરિઝથી કમબેક કરશે જસપ્રિત બુમરાહ – jasprit bumrah to make comeback in one day series against sri lanka

jasprit bumrah, ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, શ્રીલંકા સામે વન-ડે સીરિઝથી કમબેક કરશે જસપ્રિત બુમરાહ - jasprit bumrah to make comeback in one day series against sri lanka


શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝ શરૂ થાય તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ પોતાની પીઠની ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તેને શ્રીલંકા સામેની ત્રણ વન-ડે મેચની સીરિઝ માટેની ભારતીય ટીમમાં સામેલ કરાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શ્રીલંકા સામે ટી20 અને વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી ત્યારે બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને સામેલ કર્યા ન હતા. જેના કારણે તેમની ફિટનેસ સામે સવાલો ઊભા થયા હતા. જોકે, બોર્ડના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બંને ખેલાડી ફિટ છે પરંતુ બોર્ડ તેમના પુનરાગમનને લઈને કોઈ ઉતાવળ કરવા ઈચ્છતું નથી. જોકે, મંગળવારે બોર્ડે જાહેર કર્યું છે કે બુમરાહ શ્રીલંકા સામેની વન-ડે સીરિઝમાં રમશે.

જસપ્રિત બુમરાહને સપ્ટેમ્બરમાં પીઠની ઈજા થઈ હતી. સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ઘરઆંગણે રમાયેલી સીરિઝ દરમિયાન તેને ઈજા થઈ હતી. જેના કારણે તે ટી20 વર્લ્ડ કપમાં પણ રમી શક્યો ન હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે, જસપ્રિત બુમરાહ રિહાબમાંથી પસાર થયો છે અને નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)એ તેને ફિટ જાહેર કર્યો હતો. તે ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાઈ જશે.

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે ત્રણ ટી20 મેચની સીરિઝ રમશે જેની શરૂઆત 3 જાન્યુઆરીથી થશે. જ્યારે 10 જાન્યુઆરીથી વન-ડે સીરિઝનો પ્રારંભ થશે. ટી20 સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને લોકેશ રાહુલ રમવાના નથી. ભારત માટે બુમરાહનું ફિટ થવું ઘણું મહત્વનું છે. આ વખતે ભારતમાં જ વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે.

શ્રીલંકા સામેની ભારતીય વન-ડે ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, લોકેશ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

Exit mobile version