પ્રથમ T20: અંતિમ ઓવરમાં અક્ષરે ટીમ ઈન્ડિયાને બચાવી, છેલ્લા બોલે શ્રીલંકા સામે દિલધડક વિજય
ઈશાનનો કેચ જોઈ પંડ્યા પણ હસી પડ્યો
ચરિથ અસલંકાએ ઉમરાન મલિકના બોલને પુલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના બેટની ઉપરની કિનારી પર વાગ્યો અને હવામાં જતો રહ્યો. બોલ ફાઈન લેગ પાસે હતો અને ઈશાન કિશન ભાગતાં ત્યાં પહોંચ્યો હતો. તે હવામાં ઉછળ્યો અને બોલ કેચ કરી લીધો. આ કેચ ઈશાન કિશનથી એટલો જ દૂર હતો કે ડીપ ફાઈન લેગ પર ફીલ્ડિંગ કરી રહેલો હર્ષલ પટેલ પણ સરળતાથી કેચ કરી શકત. હાર્દિક પંડ્યાને પણ આ કેચ પર ભરોસો નહોતો થયો અને તે હસવા લાગ્યો હતો.
ટીમ ઈન્ડિયા માટે ખુશખબર, શ્રીલંકા સામે વન-ડે સીરિઝથી કમબેક કરશે જસપ્રિત બુમરાહ
ઈશાન કિશનમાં દેખાઈ ધોનીની ઝલક
ઈશાન કિશનના આ કેસમાં ફેન્સને એમએસ ધોનીની ઝલક જોવા મળી. 2018માં ભારતીય ટીમની ટક્કર વેસ્ટઈન્ડિઝ સામે થઈ હતી. વનડે સીરિઝની ત્રીજી મેચમાં વિકેટકીપર ધોનીએ આ જ રીતે ભાગીને ફાઈન લેગ પર જઈ ચંદ્રપાલ હેમરાજનો કેચ પકડ્યો હતો. ઈશાનનો આ કેચ પણ ધોની જેવો જ હતો.
ભારતે બનાવ્યા 162 રન
શ્રીલંકાના કેપ્ટન દાસુન શાનાકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી ઈશાન કિશને (37) જબરદસ્ત શરૂઆત કરી હતી પરંતુ ત્યારબાદ વિકેટ પડવાનું શરૂ થયું હતું. 94ના સ્કોર પર અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. પરંતુ દીપક હુદ્દા અને અક્ષર પટેલે બાજી સંભાળી હતી. બંનેએ છ વિકેટ માટે અણનમ 68 રનની ભાગીદારી કરી હતી. તેમના થકી ટીમ 162 રન પર પહોંચી શકી હતી. હુડ્ડાએ 41 તો અક્ષરે 31 રન કર્યા હતા.