IRE vs IND: એ ત્રણ ખેલાડીઓ કે, જેમણે પોતે ક્યારેય નહતું વિચાર્યું કે તેમને પણ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળશે - 3 players who were lucky enough to be picked in indian cricket team vs ireland t20i series

IRE vs IND: એ ત્રણ ખેલાડીઓ કે, જેમણે પોતે ક્યારેય નહતું વિચાર્યું કે તેમને પણ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળશે – 3 players who were lucky enough to be picked in indian cricket team vs ireland t20i series


તરૌબાઃ આઈસીસી વનડે વર્લ્ડ કપ પહેલા ભારતીય પેસ બોલર માટે સારા સમાચાર છે. ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર રહેલા જસપ્રીત બુમરાહને આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી માટે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ઋતુરાજ ગાયકવાડને ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો હાર્દિક પંડ્યા અને શુભમન ગિલ સહિત ઘણા નિયમિત ખેલાડીઓની ટીમમાં પસંદગી નથી કરવામાં આવી. આયર્લેન્ડ પ્રવાસ ઘણા ખેલાડીઓ માટે સારી તક હશે. કારણ કે, આમાંથી ઘણા ખેલાડીઓ એશિયન ગેમ્સની ટીમમાં પણ સામેલ છે.શાહબાઝ અહમદ
પોતાની ડોમેસ્ટિક અને આઈપીએલ કરિયરમાં 72 ટી20 રમી ચૂકેલો શાહબાઝ બેટ અને બોલ બંનેથી યોગદાન આપે છે. બેટ સાથે તેની સરેરાશ માત્ર 23.06 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 126.83નો છે. તેના નામે 2 અડધી સદી છે. ડાબોડી બેટ્સમેન મોટા શોટ નથી ફટકારી શકતો. એટલું જ નહીં ડાબા હાથના આ સ્પિનરે 7.41ના ઇકોનોમી રેટથી 47 વિકેટ ઝડપી છે. આ બધું હોવા છતાં શાહબાઝને આયર્લેન્ડ ટી20 સિરીઝ માટે ભારતની ટીમમાં જગ્યા મળી છે.

આવેશ ખાન
જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને અર્શદીપ સિંહ આયર્લેન્ડ ટી20 સિરીઝ માટે ભારતની પ્રમુખ ઝડપી બોલરની જોડી હશે. આવેશ ખાનને પણ સ્ક્વોડમાં જગ્યા મળી છે, જે છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં નથી. આઈપીએલમાં લખનઉ સુપરજાયન્ટ્સ માટે 9 મેચમાં 9.76ના ઇકોનોમી રેટથી માત્ર 8 વિકેટ લીધી હતી. 26 વર્ષીય આ ખેલાડીની નિરંતરતા, સટીકતા અને ગતિમાં ઘણો ઘટાડો આવ્યો છે. આવેશે 15 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 9.1ના ઇકોનોમી રેટથી 13 વિકેટ લીધી છે અને તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોને સતત પડકાર આપવામાં સક્ષમ પણ નથી.

મુકેશ કુમાર
એક મહિનાની અંદર મુકેશ કુમારે ભારતીય ટીમ માટે પ્રથમ ટેસ્ટ અને હવે વનડે ડેબ્યૂ કર્યું છે. તે વેસ્ટ ઈન્ડિઝ સામેની આગામી ટી 20I રમે છે કે નહીં તે જોવું રહ્યું. જોકે, હવે તેને આયર્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં પણ જગ્યા આપવામાં આવી છે. બિહારનો આ ફાસ્ટ બોલર બંગાળ માટે ક્રિકેટ રમે છે. 29 વર્ષીય મુકેશે 33 T20 મેચમાં 8.11ના ઇકોનોમી રેટથી 32 વિકેટ લીધી છે. તેની 28.68ની બોલિંગ એવરેજ પણ બહુ પ્રભાવશાળી નથી. IPL 2023માં તેણે દિલ્હી કેપિટલ્સ માટે 10 મેચોમાં 5 વખત કોઈ વિકેટ મેળવી નહતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *