Today News

ipl 2023 live updates, હાર્દિક પંડ્યાએ ધોની સાથે કેમ હાથ ન મિલાવ્યો! ટ્રોફી મૂકી ઈગ્નોર કરતા ફેન્સ નારાજ – why hardik pandya didnt shook hand with ms dhoni video viral fans angry

ipl 2023 live updates, હાર્દિક પંડ્યાએ ધોની સાથે કેમ હાથ ન મિલાવ્યો! ટ્રોફી મૂકી ઈગ્નોર કરતા ફેન્સ નારાજ - why hardik pandya didnt shook hand with ms dhoni video viral fans angry


અમદાવાદઃ IPL 2023ની ઓપનિંગ સેરેમની અને મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. જેમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે આ દરમિયાન ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ચેન્નઈના કેપ્ટન ધોનીને ઈગ્નોર કર્યો હોવાની ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે. શરૂઆતમાં ટ્રોફી મૂકવા આવેલા હાર્દિકે ધોની સિવાય સ્ટેજ પર હાજર દરેક લોકો સાથે હાથ મિલાવ્યો હોવાની ઘટના બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. અત્યારે આના ફોટો અને વીડિયો વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. જાણો આ સમગ્ર ઘટનાક્રમ વિશે વિગતવાર માહિતી.

હાર્દિકે કર્યો ધોનીને ઈગ્નોર
ઓપનિંગ મેચમાં ટ્રોફી મૂકી બંને કેપ્ટનને એક જ સ્ટેજ પર બોલાવાયા હતા. તેમની સાથે BCCI અધ્યક્ષ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ અને IPL ચેરમેન અરૂણ ધૂમલ હાજર રહ્યા હતા. જોકે હાર્દિક પંડ્યાએ ટ્રોફી મૂકીને સૌથી પહેલા IPLના ચેરમેન અરુણ ધૂમલ સાથે હાથ મિલાવ્યો હતો. ત્યારપછી આગળ જતા જતા સ્ટેજ પર હાજર તમામ લોકો સાથે હાથ મિલાવ્યો હતો. આમ જોવા જઈએ તો સૌથી પહેલા ધોની ઉભો હતો પરંતૃ હાર્દિકે તેની સાથે આ સમયે હાથ નહોતો મિલાવ્યો.

ફેન્સ ગુસ્સાથી લાલચોળ થયા
હાર્દિક પંડ્યા ત્યારપછી આગળને આગળ જતો ગયો અને બધા સાથે હાથ મિલાવ્યા હતા. જેથી કરીને ફેન્સ નારાજ થઈ ગયા કે ધોની સૌથી પહેલા ઉભો હતો તો એની સાથે કેમ હાર્દિકે હાથ મિલાવ્યો નથી. આ ઘટનાનો વીડિયો અને ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયા છે. જોતજોતામાં બંને કેપ્ટનના ફેન્સ પણ સામ સામે આવી ગયા છે. જોકે આની પાછળનું સાચ્ચુ કારણ તો હજુ સુધી બહાર આવ્યું નથી.

ધોની અને પંડ્યા ખાસ મિત્રો છે
નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા ખાસ મિત્રો છે. તેવામાં સ્ટેજ પર જે ઘટના થઈ એનાથી બંને ખેલાડીઓના ફેન્સ પણ નારાજ થઈ ગયા છે. જોકે લાઈવ મેચ દરમિયાન બંને ખેલાડીઓ એકબીજા સાથે કૂલ ઝોનમાં જ હતા. એકબીજાની મસ્તી પણ કરતા હતા. તેવામાં જોવા જઈએ તો હાર્દિકે કેમ ધોનીને ઈગ્નોર કર્યો એનો જવાબ ફેન્સ પણ શોધી રહ્યા છે. જોકે આ મેચ ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી જીતી લીધી છે.

Exit mobile version