આઉટ થયા પછી વિવાદ વકર્યો
કોલકાતા નાઈટ રાઈડર્સ બેટિંગ કરી રહી હતી ત્યારે ઈનિંગની 9મી ઓવરમાં વિવાદ થયો હતો. કોલકાતાનો કેપ્ટન નીતિશ રાણાએ ઋત્વિક શોકીન વિરૂદ્ધ લોફ્ટેડ શોટ રમ્યો હતો. જોકે આ દરમિયાન શોટ મિસ ટાઈમ થતા બોલ બાઉન્ડરી પાર ન જઈ શક્યો. આ દરમિયાન રમનદીપ સિંહે સરળતાથી આ કેચ પકડી લીધો હતો. ઉલ્લેકીય છે કે નીતિશ કઈ ખાસ કરી શક્યો નહોતો અને 10 બોલમાં માત્ર 5 રન જ કરી શક્યો હતો.
ઈશારામાં વાત અને પછી બોલાચાલી
મુંબઈના સ્પિનર ઋતિક શૌકીને વિકેટ લીધા પછી નીતિશ રાણાને જોઈ ઈશારમાં કઈક કર્યું હતું. ત્યારથી તો નીતિશને આ વસ્તુ ન ગમી અને ગુસ્સામાં લાલચોળ થઈ તે સામે થઈ ગયો હતો. બંને ખેલાડીઓ સામ-સામે આવી જતા શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન નીતિશ રાણા વધારે ગુસ્સો થઈ ગયો હતો. મામલો ઉગ્ર બનતા આસપાસના ખેલાડીઓ પણ આવી પહોંચ્યા હતા.
સૂર્યકુમારે મધ્યસ્થી કરવી પડી
નોંધનીય છે કે બંને ખેલાડી વચ્ચે મામલો વધુ બીચક્યો હતો. આને જોતા સૂર્યકુમાર યાદવ કે જે મુંબઈની કેપ્ટનશિપ કરી રહ્યો હતો તેણે વચ્ચે મધ્યસ્થી કરવી પડી હતી. અટકળો પ્રમાણે નીતિશ રાણા અને ઋતિક વચ્ચે મેદાન બહાર બોલવાના સંબંધ પણ નથી. આ ખેલાડીઓ જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટ રમતા હોય છે ત્યારે એકબીજા સાથે વાતચીત પણ કરતા નથી. તેવામાં આ વિકેટ વિવાદ વકરતા જોવા જેવી થઈ હતી.
ઋતિક-રાણાને દંડ ફટકારાયો
મુંબઈએ આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી. KKRના કેપ્ટન નીતિશ રાણાને મેચ દરમિયાન IPL આચાર સંહિતાનો ભંગ કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. રાણાએ આઈપીએલ આચાર સંહિતાની કલમ 2.21 હેઠળ ‘લેવલ 1’ ગુનો કબૂલ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના બોલર ઋતિક શોકીનને લીગની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મેચમાં ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટના બે ખેલાડીઓ વચ્ચે ગરમાવો જોવા મળ્યો હતો. રાણા શોકીન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે આઈપીએલ મેચ દરમિયાન ટીમના ધીમા ઓવર રેટ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કારણ કે તે ન્યૂનતમ ઓવર રેટને મેનેજ નહોતો કરી શક્યો. જેથી આના સંબંધિત IPLની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ નિયમ ભંગ હતો.