IPL 2023: પહેલી મેચમાં કેવી રહેશે અમદાવાદની પીચ? વરસાદ અંગે આવ્યા મોટા સમાચાર
કેપ્ટનના ફોટોશૂટ વખતે રોહિત શર્મા ગેરહાજર
અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, તબિયત ખરાબ હોવાના કારણે રોહિત શર્મા કેપ્ટન ફોટોશૂટ અને પ્રી સીઝન મીટમાં હાજર રહી શક્યો નહતો. ફોટોશૂટ વખતે ભુવનેશ્વર કુમાર હાજર રહ્યો હતો જે એડેન માર્કરમની ગેરહાજરીમાં સનરાઈઝર્સ હૈદરાબાાદની કેપ્ટનશિપ કરશે, આ સિવાય શ્રેયસ અય્યર કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ રોહિત માટે કહેવામાં આવ્યું રહ્યું છે કે, તેની તબિયત ઠીક નહોતી અને તેથી તે કાર્યક્રમ માટે અમદાવાદ પહોંચી શક્યો નહોતો. જો કે, તેની ગેરહાજરીમાં ટીમમાં અન્ય કોઈ ખેલાડી સામેલ થયો નહોતો.
IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સમાંથી રોહિત શર્મા અચાનક બહાર? તેના સ્થાને આ ખેલાડીને અપાશે સુકાની પદ!
MI માટે કેટલીક મેચ નહીં રહે રોહિત શર્મા
અગાઉ તેવી પણ ખબર હતી કે, રોહિત શર્મા આ વખતની આઈપીએલમાં કેટલીક મેચ રમવાનો નથી. તેના સ્થાને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ટીમ ઈન્ડિયા માટે શિડ્યૂલ એકદમ ટાઈટ ચાલી રહ્યું છે. કારણ કે, આ ટી20 લીગ ખતમ થયા બાદ તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે લંડન જવાના થશે. ત્યાંથી આવ્યાના થોડા સમય બાદ વર્લ્ડ કપ 2023ની શરૂઆત થશે, જે ભારતમાં રમાશે. તેથી, રોહિત શર્માનો વર્કલોડ ઓછો કરવા માટે મેનેજમેન્ટે તેના માટે આ નિર્ણય લીધો છે. MIનો ધાકડ બોલર જસપ્રીત બુમરાહ પણ આ સીઝનમાં ઈજાના કારણે રમી શકવાનો નથી. તેથી ફ્રેન્ચાઈઝી પર દરેક રીતે મુસીબતો છે તેમ લાગી રહ્યું છે.
પાંચ વખત IPL ચેમ્પિયન બન્યું છે MI
રોહિત શર્મા IPLના અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સ અત્યારસુધીમાં પાંચ વખત ટ્રોફી જીત્યું છે અને તે રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. બીજા નંબરે ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ આવે છે, જે ચાર વખત ચેમ્પિયન બન્યું છે.
Read latest Cricket News and Gujarati News